Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

નેનાવા ચેકપોસ્ટ પાસે ટ્રકમાં મેંદાના લોટના કટ્ટાની નીચે સંતાડેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

વિદેશી દારૂની 115 પેટી,મેંદાના કટ્ટા અને ટ્રક મળીને 19,63 લાખના મુદામાલ સાથે બે રાજસ્થાની આરોપીની ધરપકડ

 

ધાનેરા :નેનાવા ચેકપોસ્ટ નજીક મેંદાના લોટની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે ધાનેરા પોલીસે ટ્રકમાંથી મેંદાના લોટના કટ્ટા નીચે સંતાડેલો 115 પેટી વિદેશી દારૂ ,ટ્રક અને મેંદાના કટ્ટા સહીત 19,63 લાખથી વધુના મુદામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે

 જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્ગલની જીલ્લામાંથી દારૂની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચનાથી તથા થરાદના નાયબ પોલીસ અધિક્ષક એસ.કે.વાળાના માર્ગદર્શન મુજબ ધાનેરા પોલીસ ઇન્સપેક્ટર વી.જી.પ્રજાપતિ તથા જશવંતસિંહ કેશરસિંહ, રાસેંગભાઇ ખાનાભાઇ, ઇશ્વરભાઇ હરસીંગાભાઇ, ગોવિદભાઇ અરજણભાઇ, શ્રવણસિંહ માસેંગજી તથા ગૌરવકુમાર ઉતમલાલ, જબ્બરસીહ હુકમસીહ તથા દલરામભાઇ રાણાભાઇ વિગેરે પો.સ્ટાફના માણસો સાથે નેનાવા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગમાં હતા.

    દરમ્યાન ટાટા કંપનીની ટ્રક નં.જીજે.૦૧.સીઝેડ.૪૯ર૩માં મેદાના લોટના કટ્ટાની નીચે વિદેશી દારૂની પેટી નંગ-૧૧૫ કુલ બોટલ નંગ-૨૧૦૦ કિ.રૂ. ,૫૨,૦૦૦ નો ઝડપી લીધો હતો. પોલીસે ટ્રક કિમત રૂ.૧૦,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ- કિ.રૂ. ,૦૦૦ તથા મેદાના આટાના કટ્ટા નંગ- ૬૮૦ કિ.રૂ ,૦૭, ૧૫૦ ના મળી કુલ કિં.રૂ. ૧૯,૬૩,૧૫૦ ના મુદ્દામાલ સાથે આરોપી ઇકરૂખાન કાસમખાન રહુમા ( રહે. ચાડર મહેન્દ્ર કી ઢાણી, તા.રામસર, જી. બાડમેર(રાજસ્થાન) તથા વાયખાન હરખાખાન રહુમા( રહે.ચાડર મહેન્દ્ર કી ઢાણી તા.રામસર જી. બાડમેર (રાજસ્થાન) વાળાઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(9:51 am IST)