Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

સાબરકાંઠા એસઓજી પોલીસે દેશી બનાવટની બંદુક સાથે કુંડલાના સવજી લિબડને ઝડપ્યો

સાબરકાંઠા : સાબરકાંઠા એસઓજી પોલીસે દેશી બનાવટની બંદૂક સાથે વિજયનગર તાલુકાના કુંડલા ગામે દરોડો પાડીને સવજીભાઈ લીંબડને ઝડપી લીધો છે

  સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીકે જીલ્લામાં ગેરકાયદેસર અને પરવાના વગરના હથિયારો પકડી પાડવા ઝુંબેશ હાથ ધરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે એમ.એમ સોલંકી ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.ઓ.જી.ની સાથે પો.સ.ઇ ડી.જે. લકુમ તથા એ.એસ. આઇ. કૌશિકભાઇ તથા અ.હે.કોન્સ.કાળુભાઇ તથા અ.હે કોન્સ. ધર્મેન્દ્રસિંહ તથા અ.હે.કોન્સ. મહેન્દ્રસિંહ તથા વુ.હેકોન્સ. સીતાબેન તથા વુ.હેકોન્સ. સુરેખાબેન તથા પો.કોન્સ. ચંદુભાઇ તથા પો.કોન્સ. ભાવેશકુમાર તથા પો.કોન્સ. વિક્રમસિંહ અ.પો. કોન્સ. ધર્મેન્દ્રસિંહ તથા પો. કોન્સ. અપેન્દ્રસિંહ વિગેરે એસ.ઓ.જી. શાખા ઇડર વિભાગમાં પેટ્રોલીંગમાં હતા   

   આ દરમિયાન પેટ્રોલીંગ ફરતા ફરતા કાલવણ ગામે જતાં સાથેના વુ.હે.કોન્સ. સીતાબેનને બાતમી મળેલ કે, કુંડલા તા. વિજયનગર ખાતે સવજીભાઇ ધર્માજી લીંબડના ઘરે ગેર કાયદેસરની લાયસન્સ વગરની બંદુક રાખેલ છે.

  આ બાતમીવાળી જગ્યાએ જઇ કોર્ડન કરી તપાસ કરતાં સદરી સવજીભાઇ ધર્માજી લીંબડ નાઓના મકાનમાંથી એક દેશી બનાવટની ગેર કાયદેસરની બંદુક (અગ્નિશસ્ત્ર) મળી આવતાં બંદુકની કિંમત રૂપિયા-૨,૦૦0ની ની ગણી સદરી મુદ્દામાલ કબજે કરી સદરીની વિરૂધ્ધમાં વિજયનગર પો.સ્ટે.ખાતે આર્મ્સ એક્ટ મુજબ કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

(12:02 am IST)