Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

આઇસીઆઇસીઆઈ બેંક દ્વારા એફડી હેલ્થ લોન્ચ

અમદાવાદ, તા.૧૪ :  આઇસીઆઇસીઆઈ બેંકે એફડી મારફતે રોકાણમાં વૃદ્ધિ અને ગંભીર બિમારીનાં કવચ દ્વારા સુરક્ષાનો બેવડો લાભ ઓફર કરતી ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) એફડી હેલ્થ લોંચ કરવાની જાહેરાત કરી છે. ગ્રાહકોને પ્રથમ વર્ષમાં વીમાકવચ ફ્રી ઓફ કોસ્ટ ઓફર થશે અને પછી તેઓ એને રિન્યૂ કરાવી શકે છે. વીમાઉદ્યોગમાં આ પ્રકારની પ્રથમ ઓફર ગ્રાહકને ઓછામાં ઓછા બે વર્ષની મુદ્દત માટે રૂ. ૨થી રૂ. ૩ લાખની એફડી ખોલવા પર આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂ. ૧ લાખનું ગંભીર બિમારીનું પૂરક વીમાકવચ પ્રદાન કરશે. ૧૮થી ૫૦ વર્ષની વય જૂથનાં ગ્રાહકોને સ્પર્ધાત્મક વ્યાજનાં દર મેળવવા ઉપરાંત ૩૩ ગંભીર બિમારીઓ પર એક વર્ષ માટે પૂરક વીમાકવચ મળશે. પોલિસી અંતર્ગત ગંભીર બિમારીની યાદીમાં કેન્સર, ફેંફસાનાં રોગ, કિડની ફેઇલ્યર, યકૃતનો રોગ અને મગજમાં શરૂ થતી ગાંઠ, અલ્ઝાઇમર્સ ડિસીઝ અને પાર્કિન્સન્સ ડિસીઝ સાથે સંબંધિત ચોક્કસ ગંભીરતા સામેલ છે.

               એફડી એક્સ્ટ્રા અંતર્ગત બેંકની ઇનોવેટિવ ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝિટની વિવિધ ઓફરમાં આ લેટેસ્ટ વધારો છે, જેની ડિઝાઇન એનાં ગ્રાહકોની જીવનનાં વિવિધ તબક્કાઓની જુદી જુદી જરૂરિયાતો અને વિવિધ લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં મદદ કરશે. આ પ્રસંગે રિટેલ લાયાબિલિટીઝ ગ્રુપનાં હેડ પ્રણવ મિશ્રાએ કહ્યું હતું કે, મોટાં ભાગની વ્યક્તિઓ માટે રોકાણનો મૂળભૂત વિકલ્પ એફડી હોય છે, પછી એમની જોખમ ખેડવાની ક્ષમતા ગમે તેટલી હોય. નાણાકીય બજારોમાં પ્રવર્તમાન ચડઊતર સાથે અમે એફડીમાં રોકાણ કરવા ગ્રાહકોનો રસ ફરી વધ્યો હોવાનું જોયું છે, કારણ કે તેઓ વ્યાજનાં આકર્ષક દર, લિક્વિડિટી, મૂડીની સલામતી અને સુનિશ્ચિત વળતર ઓફર કરે છે.

          અમે તાજેતરમાં એફડી એક્સ્ટ્રા લોંચ કરી છે, જેને પ્રોત્સાહનજનક પ્રતિસાદ મળ્યો હતો, જે નવીન ડિપોઝિટ પ્રોડક્ટની સીરિઝ છે. અત્યારે અમને ગ્રાહકોને ગંભીર બિમારીઓ માટે કવચ મારફતે સુરક્ષા પ્રદાન કરવા એફડી હેલ્થ લોંચ કરવાની ખુશી છે. આ ઓફર ઉદ્યોગમાં સૌપ્રથમ છે તથા ગંભીર બિમારીનાં કવચ સાથે ફિક્સ્ડ ડિપોઝિટની સલામતી અને વૃદ્ધિનો લાભ પ્રદાન કરે છે, જો જરૂર પડે તો. આ એફડીધારકો માટે રૂ. ૧ લાખની વીમાકૃત રકમ માટે એક વર્ષનાં ગાળામાં ૩૩ ગંભીર બિમારીઓનું કવચ પૂરું પાડે છે. દરમ્યાન આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંજીવ મંત્રીએ ઉમેર્યું હતું કે, આઇસીઆઇસીઆઈ બેંક હંમેશા એનાં ગ્રાહકો માટે ઇનોવેટિવ સોલ્યુશન પ્રસ્તુત કરવામાં મોખરે છે. બેંકની લેટેસ્ટ ફિક્સ્ડ ડિપોઝિટ ઓફર એફડી હેલ્થ ગંભીર બિમારીઓ સામે હેલ્થ કવચ સાથે એફડીમાંથી સુનિશ્ચિત વળતરનો વિશિષ્ટ બેવડો લાભ ઓફર કરે છે.

(10:41 pm IST)