Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

અમદાવાદના મેયરની જાણ બહાર જિમ બનાવી દીધું !!! :પૂછ્યું નહીં અને લોકાર્પણ વેળાએ બોલાવ્યા પણ નહીં

આ જીમ્નેશિયમનો લાભ માત્ર ડે. મ્યુનિ.કમિશનરો જ લઇ શકશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા જીમ બનતા વિવાદ સર્જાયો છે.સમેયરની જાણ બહાર જ આ જીમ બનાવી દેવાતા  નવો વિવાદ ઉભો થયો છે. શહેરના દાણાપીઠ સ્થિત AMCની મુખ્ય કચેરી સરદાર વલ્લભભાઇ પટેલ ભવનના બીજા માળે ડે. મ્યુનિ.કમિશનરો નવરાશની પળોમાં કસરત કરી શકે તે માટે રાતોરાત એક જીમ્નેશિયમ ઊભું કરાયું છે.

  આ જીમ્નેશિયમ મુદ્દે સત્તાધીશો અને અધિકારીઓ સામ-સામે આવી ગયા છે. કેમ કે, આ અંગે મેયરને જાણ કરવામા આવી નથી. વળી એવી પણ વાત છે કે મહાનગરપાલિકાની કચેરીમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત ૧૨ જેટલા ચેરમેન, ડે. ચેરમેન અને કોર્પોરેટરો બેસે છે. પણ આ જીમ્નેશિયમનો લાભ માત્ર ડે. મ્યુનિ.કમિશનરો જ લઇ શકશે. આ જીમ બનાવી દેવાયું ત્યાં સુધી મેયરને પૂછવાનું તો ઠીક પણ તેમને લોકાર્પણ વેળાએ બોલાવાયાં નહીં. જેથી મેયર ખુબ જ નારાજ જોવા મળી રહ્યા છે.

(7:43 pm IST)