Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

આઇસીડીએસ વિભાગ વિરમગામ દ્વારા આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી : ઓગણ ગામમાં દિકરોઓના વધામણાં

નવી જન્મેલ દીકરીઓના વધામણા કરાયા : બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશો અપાયો

વિરમગામ:આઇસીડીએસ વિભાગ દ્વારા અમદાવાદ જીલ્લાના  વિરમગામ તાલુકામાં આવેલ ઓગણ ગામમાં આંતરરાષ્ટ્રીય દીકરી દીવસની ઉજવણી કરવામાં આવી હતી અને દીકલીઓના વધામણાં કરવામાં આવ્યા હતા

  . આ કાર્યક્રમમાં વિરમગામના સી.ડી.પી.ઓ રતનબેન, મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકરો સહીતના લોકો  ઉપસ્થિત રહ્યા હતા. દીકરી દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં  દીકરો/દીકરી એક સમાન, દીકરી ને જન્મવાદો અને દીકરી ના જન્મને વધાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

  આ ઉપરાંત નવી જન્મેલ દીકરીઓના વધામણા કરવામાં આવ્યા  અને બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશો આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકોને ગર્ભના જાતિ પરીક્ષણ કરાવવું નહિ જે વિષે માર્ગદર્શન પૂરું પાડેલ અને કાર્યક્રમના અંતે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

(6:55 pm IST)