Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ઈડરના માઢવા નજીક નદીમાં નહાવા પડેલ પાંચ મિત્રનો પાણીમાં ગરકાવ: ચારનો આબાદ બચાવ: એકની શોધખોળ શરૂ

ઈડર:ના માઢવા નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં ન્હાવા પડેલા પાંચ યુવકો પૈકી ચારનો આબાદ બચાવ થયો છે. જ્યારે એક યુવક ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં હિંમતનગર તથા ઈડરની ફાયરબ્રિગેડની ટીમોએ શોધખોળ હાથ ધરી છે. અંગેની જાણકારી બાદ પોલીસ સહિતના અધિકારીનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો.

રવિવારની રજા હોઈ કેશરપુરા ગામના પાંચ જેટલા યુવકો માઢવા નજીકથી પસાર થતી સાબરમતી નદીના કિનારે ફરવા માટે ગયા હતા. દરમિયાન નદીનું પાણી જોઈ ન્હાવાની લાલચ રોકી શકતાં પાંચેય યુવકો નદીમાં ઉતર્યા હતા. જોકે પાણીનો પ્રવાહ વધુ હોઈ ચાર યુવકો સલામત રીતે બહાર આવી ગયા હતાજ્યારે એક યુવક ધરા જેવી જગ્યા પર ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

(6:51 pm IST)