Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

સુરતના પુણાગામ રોડ પર વાનમાં આગ ભભુકતા અફડાતફડી: ઘરના સંભ્યઓએ હિંમત દાખવી આગ પર કાબુ મેળવ્યો

સુરત: શહેરના પુણાગામ રોડ પર બે દિવસ પહેલા હોસ્પિટલની સી.એન.જી વાનમાં શોર્ટ સરકીટથી લાગેલી આગને લોકોએ બુઝાવ્યા બાદ રવિવારે સાંજે ડીંડોલીમાં ઘરમાં ગેસ લીકેજથી આગનો ભડકો થતાં ઘરના સભ્યોએ ભારે હિમત દાખવી આગ બુઝાવી હતી.

ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં અંબિકા પાર્ક સોસાયટીમાં એક મકાનમાં રવિવારે સાંજે સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતાં આગનો ભડકો થયો હતો. જેને પગલે ઘરમાં નાસભાગ થઇ ગઇ હતી. તેવા સમયે પરિવારના સભ્યોએ સલામતી માટે રાખેલા ફાયર અગ્નિશામક બોટલથી આગ બુઝાવી હતી. અને હિમત દાખવીને ગેસ લીકેજવાળા સિલિન્ડરને ઘરની બહાર મુક્યું હતું. બનાવના લીધે આજુબાજુના લોકોમાં અફડાતફડી મચી હતી.

(6:50 pm IST)