Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

સુરતમાં બેન્કના બે ખાતેદારના ખાતા હેક કરી ભેજાબાજોએ નાણાં ટ્રાન્ફર કરી લેતા પોલીસ ફરિયાદ દાખલ

સુરત:રીંગરોડની બેંક ઓફ ઇન્ડિયા અને આઇડીબીઆઇ બેંકના ખાતેદારોના ખાતા હેક કરી ભેજાબાજોએ અનુક્રમે રૂ. 40 હજાર અને રૂ. 9 હજાર ઉપાડી લીધાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાય છે.

ગોડાદરાની વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા અને ઘરમાં ટેલરીંગનું જોબવર્ક કામ કરતા નંદકિશોર પ્રસાદ ધારોમહંતો વર્માનું રીંગરોડની બેંક ઓફ ઇન્ડિયા શાખામાં ખાતું છે. બે દિવસ અગાઉ રાત્રે નંદકિશોર પર મોબાઇલ નં.8401647064 પરથી ટેકસ મેસેજ આવ્યો હતો. જેમાં રૂ.હજાર અને રૂ.10 હજાર મળી કુલ રૂ.15 હજાર કપાય ગયા હતા. પોતે કોઇ ટ્રાન્ઝેકશન કર્યુ હોવા છતાં પૈસા કપાય જતા ચોંકી જનાર નંદકિશોરે તુરંત બેંકના કસ્ટમર કેર પર ફોન કર્યો હતો પરંતુ સંતોષકારક જવાબ મળ્યો હતો. બીજા દિવસે અલગ-અલગ રકમના બીજા 4 ટ્રાન્ઝેકશન થકી રૂ.25 હજાર ઉપાડી લેવામાં આવ્યા હતા. જેથી નંદકિશોરે તુરંત એટીએમ કાર્ડનો પીન નંબર ચેન્જ કરવાની સાથે બ્લોક કરી દીધો હતો.

(6:49 pm IST)