Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

સુરતના અમરોલીમાં યુવતીના પરિવારે લગ્ન માટે મનાઈ કરતા પ્રેમીની માતાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ

સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતીના પરિવારે લગ્ન કરાવવાનો ઇન્કાર કરતા પ્રેમીએ જબરજસ્તી ઘરમાં ઘુસી જઇ અશ્લિલ હરકતો કરવા ઉપરાંત તેની માતાને બોલાવી જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારવાની સાથે હું સોશીયલ વર્કર છું અને રાજકારણમાં મારી બહું ઓળખાણ છે તેવી ધમકી આપ્યાની ફરિયાદ અમરોલી પોલીસ મથકમાં નોંધાય છે.

મૂળ નર્મદા જિલ્લાની પરંતુ હાલમાં અમરોલી વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી મમતા (નામ બદલ્યું છે)નો પરિચય ફેસબુક પર નિલય વસંદ મોદી (રહે. ખોડિયાર નગર ટેનામેન્ટભટાર રોડ) સાથે થયો હતો અને તેઓ સમયાંતરે ફોન પર વાતચીત કરતા હતા. દરમિયાનમાં ગત માર્ચ મહિનામાં મમતા અને નિલય પ્રથમ વખત મળ્યા હતા અને તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. મમતા સાથે લગ્નનો પ્રસ્તાવ લઇ નિલય તેના પિતા અને ભાઇ મમતાના વતન ગયા હતા. પરંતુ નિલયનું વર્તન અને પરિવારની સ્થિતી સારી હશે તો લગ્ન કરવાની મંજુરી આપશે તેવી વાત મમતાના પિતાએ કહી હતી. જોકેનિલય વારંવાર મમતાને તું જયાં પણ જાય ત્યાંથી સેલ્ફી મોકલાવવાનીતારે નોકરી નથી કરવાની એમ અને ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી મમતાએ પોતાનો નિર્ણય માતા-પિતાને જણાવી નિલય સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મુકી દીધું હતું. ત્યાર બાદ મમતા અમરોલી ખાતે રહેતા બેન-બનેવીને ત્યાં રહેવા આવી ગઇ હતી. જેની જાણ નિલયને થતા તે અચાનક અમરોલી ખાતેના રહેણાંકમાં ઘસી ગયો હતો અને દરવાજો અંદરથી બંધ કરી હાથ પકડી અશ્લિલ હરકતો કરી હતી. જેથી ચોંકી જનાર મમતાએ બુમાબુમ કરતા મકાન માલિક માતા-પુત્ર દોડી આવ્યા હતા. જે પૈકી પુત્રને નિલયે એક તમાચો મારી દઇ તે મારી ગેમ બગાડી છે એમ કહી માતા મિનાક્ષીબેન અને ભાઇ ધમનને બોલાવ્યા હતા. નિલયના કહેવાથી દોડી આવેલી માતા મિનાક્ષીએ મમતાને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારીઅમે ઉચ્ચ જ્ઞાાતિના છે અને હું સોશીયલ વર્કર છુંમારી રાજકારણમાં બહુ ઓળખાણ છે એમ કહી જોઇ લેવાની ધમકી આપી હતી. અંગે મમતાએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(6:48 pm IST)