Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

વડોદરા નજીક વાઘોડિયા તાલુકાના જરોદ ગામે પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જતા ધો.9ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી જીવન ટુંકાવતા અરેરાટી

વડોદરા: નજીક આવેલા વાઘોડિયા તાલુકાના જરોદ ગામે ધો.૯ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર જરોદ ગામમાં રહેતી અને એક ખાનગી સ્કૂલમાં ધો.૯માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની કિશોરીની હાલમાં પરિક્ષા ચાલી રહી હતી. કાલે તે પેપર આપવા ગઇ હતી અને તે વખતે તે ચોરી કરતા પકડાઇ જતાં શિક્ષકે ઠપકો આપ્યો હતો જે બાદ વિદ્યાર્થિની ઘરે આવી હતી અને કોઇ અજાણી ઝેરી દવા પી લેતા તેની તબિયત લથડી હતી.

(6:47 pm IST)