Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

વડોદરા હાઇવે ટોલનાકા પાસે વાહનચાલક પાસેથી 1 ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટેમ ફરજીયાત કરવામાં આવશે

વડોદરા:હાઇવેના ટોલનાકા પર  વાહનચાલક ટોલના દરની ચુકવણી કરે ત્યારે તેના બદલામાં અપાતીેે રિસિપ્ટની સૌથી નીચે અંગ્રેજીમાં એક વાક્ય લખાયું છે કે તા. ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર દરેક વાહનચાલક પાસેથી માત્ર ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ ફાસ્ટેગ દ્વારા પેમેન્ટ લેવાશે.પરંતું મોટા ભાગના વાહનચાલકો રિસિપ્ટ  વાંચવાની તસ્દી લેતા નહીં હોવાથી ઘણાંને દોઢ મહિના પછી અમલમા આવનાર નિયમની જાણકારી નથી.

 કેન્દ્ર સરકારે આપેલી સૂચના મુજબ  ટોલ પ્લાઝા પરથી અપાતી રિસિપ્ટમાં નિયમનો  ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે તા. ડિસેમ્બરથી હવે રોકડમાં પેમેન્ટ લેવાનું ટોલ પ્લાઝા પર બંધ કરી દેવાશે.

નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા દરેક ટોલ પ્લાઝાને ત્રણ મહિના પહેલા સૂચના આપવામાં આવી છે કે દરેક વાહન ચાલકને જ્યારે ટોલ ચુકવણીની પ્રીન્ટ આપવામાં આવે તેમાં તા. ડિસેમ્બરથી ટોલની વસુલાત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા લેવી અને જો કોઇ વાહન ચાલક રોકડથી પેમેન્ટ કરવા માંગે તો તેની પાસે ટોલના ડબલ દર વસુલવા, નેશનલ હાઇવે ઓથોરિટિની સૂચના મુજબ ટોલ પ્લાઝા પર હવે વાહન ચાલકોને અગાઉથી જાણ કરવામાં આવી રહી છે.

(6:47 pm IST)