Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

હજારો મધ્યાહન ભોજન સંચાલકોની ર૦ર૦માં ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી કૂચઃ પ હજાર પરિવારો ઇચ્છા મૃત્યુની માંગ કરશે

મધ્યાહન ભોજન કર્મચારી એકતા મંચનું સંમેલન યોજાયું: ૧૯૦ તાલુકાના ૧ર૦૦થી વધુ સંચાલકો ઉમટી પડયા

મધ્યાહન ભોજન કર્મચારી એકતા મંચનું સંમેલન યોજાયું તે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા. ૧૪ :.. સૌ પ્રથમ વખત સમગ્ર ગુજરાતઙ્ગના મધ્યાહન ભોજન કર્મચારી એકતા મંચ દ્વારા એકતા સંમેલન નું આયોજન કરાયું હતું, જેમાં આજ રોજ આશરે ૧૦૦ થી વધુ તાલુકા માં થી ૧૨૦૦થી વધુ સંચાલક આગેવાનો ઉમટી પડ્યા હતા,  એકતા મંચની આગેવાની કરતા પિયુષ વ્યાસે તેમના કહ્યું કે , સંમેલન ધાર્યા કરતાં વધુ સફળ રહ્યું હતું. આ સઁમેલન માં સંચાલકો દ્વારા સરકાર માં પડતર માંગો અને તેમની આગળ ની રણનીતિ નક્કી કરવા માં આવી. આવનારા સમય માં મધ્યાહન ભોજન એકતા મંચ દ્વારા એક એપ્લિકેશન બનાવવા માં આવશે જેમાં સમગ્ર ગુજરાત ના તમામ મ ભો યો કર્મચારીઓને ઓનલાઇન જોડી લેવામાં આવશે તેની રૂપરેખા સમજાવવા માં આવી.

ગુજરાત માં અને કેન્દ્રમાં પણ બીજેપી બહુમતી માં છે સરકાર ઈચ્છે તો કાયમી કરી શકે છે, લદ્યુતમ વેતન માં સમાવી શકે છે , એ માટે ગુજરાતના ૧૮૨ ધારાસભ્યોનું સમર્થન મેળવી સી એમ , રાજયપાલ અને પ્રધાનમંત્રી ને રજુઆત કરવામાં આવશે,

૧૬૦૦ રૂપિયા જેવી નજીવી રકમ થી નથી ગુજરાન ચાલતું, નથી બાળકો ને સારું ભવિષ્ય આપી શકાતું, અને આટલા બધા વર્ષો થી હોવાથી હવે બીજી કોઈ જગ્યા ની નોકરી ના ચાન્સ  નથી, આવા સંજોગો માં જો પરિસ્થિતિ ના સુધરે એમ હોય તો દરેક સંચાલક રાજયપાલશ્રી ને મળીને પુરા પરિવાર સાથેની ઈચ્છા મૃત્યુની માંગ કરશે, આશરે ૫૦૦૦ થી વધારે પરિવાર ઈચ્છા મૃત્યુ ની માંગ કરશે,

જો સરકાર સંચાલકો ની પરિસ્થિતિ માં મદદ નથી કરતી તો તેવા સજોગોમાં મજબુરી માં સંચાલકો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે , જેની મુખ્ય માંગો, કાયમી કરવા, પગાર વધારો, સરકારી લાભો વારસાઈ અને પીએફ,પેંશન સુવિધા, એનજીઓને કાયમી ધોરણે દૂર કરવા જેવીઙ્ગ માંગો સાથે રોડ ઉપર ઉતરશે,

જેના માટે ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૦ નો દિવસ પસંદ કરવામાં આવ્યો છે, જે દિવસે ગાંધીઆશ્રમ થી ગાંધીનગર તરફ મધ્યાહન ભોજન સંચાલકો પોતાની માંગો સાથે કૂચ કરશે,

આવેલા આગેવાનો પૈકી ૧૦૦૦ આગેવાનો ને ૫૦.૫૦ સંચાલકો ને એકતા મંચ માં જોડવા ની જવાબદારી સોંપવામાં આવી છે આગામી કાર્યક્રમ માં ૫૦૦૦૦ થી વધુ સંચાલકો હશે તેનું માઈક્રો પ્લાનિંગ રજુ કરી દેવામાં આવ્યું હતું.

આવેલા તમામ આગેવાનો એ આંદોલન કારી પિયુષ વ્યાસ ને એક અવાજે પોતાના આગેવાન તરીકે સ્વીકારી લીધા હતા, આ એજ પિયુષ વ્યાસ છે જેમને અગાઉ ઉપવાસ આંદોલન કરી સંચાલકો ને પગાર વધારો અપાવ્યો હતો.

તમામ આગેવાનો એ અને મધ્યાહ્રન ભોજન યોજના એકતા મંચ એ તમામ મીડિયા નો આભાર માનતા કહ્યું હતું હમેશા આપ સૌ એ અમારો સાથ અને અમારી માંગ ને વાચા આપી છે તો સરકાર સુધી અમારી વાત ને પહોંચાડવા વિનંતી સહ આભાર વ્યકત કર્યો હતો. પિયુષ વ્યાસ અને કિશોર જોશી એ આ મંચ માં કોઈ હોદ્દો નહિ લેવાની જાહેરાત કરી હતી.

(3:37 pm IST)