Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

સન્યાસી બનેલા પુત્રને કોર્ટનો ઝટકો : માતા-પિતાના ભરણપોષણ માટે દરમહિને 10 હજાર આપવા આદેશ

હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે સંન્યાસ લેનાર યુવાન સામે અમદાવાદ ફેમિલી કોર્ટે લાલઆંખ કરી

અમદાવાદના ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં સંસારીમાંથી સંન્યાસી બનેલા ધર્મેશ ગોલને કોર્ટે ફટકાર લગાવી છે અને માતાપિતાને ભરણપોષણ કરવા દરમહિને 10 હજાર આપવા કોર્ટે આદેશ કર્યો છે. ધર્મેશ ગોળ વર્ષ 2015માં સંસારીમાંથી સંન્યાસી બન્યા હતા. તેઓએ સંન્યાસી બનતા ધર્મપુત્ર સ્વામી નામ ધારણ કર્યુ હતુ.

બીજીરતરફ સંસારી માંથી સંન્યાસી બનેલા ધર્મેશ ગોલને મુક્ત કરાવવા માતાપિતાએ પોલીસ કમિશનરને અરજી આપીને મદદની માંગણી કરી હતી. આ મુદ્દે વિવાદ વકરતા છેલ્લા એક વર્ષથી ધર્મેશ ગોળ ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિર છોડીને ચાલ્યા ગયા હતા.

જોકે કોર્ટે હવે ધર્મેશ ગોળને આદેશ કર્યો છે કે માતાપિતાને ભરણપોષણ અર્થે દરમહિને 10 હજાર રૂપિયા આપવામાં આવે. ધર્મેશ ગોળ ઉર્ફે ધર્મપુત્ર સ્વામી એક વર્ષથી મંદિર છોડીને ચાલ્યા ગયા છે. આ મામલે મંદિરને કોઈ લેવા દેવા નથી તેમ હરેકૃષ્ણ મંદિરના શ્યામચરણ સ્વામીએ કહ્યુ છે. ધર્મેશ ગોલ એમ.ફાર્મ થયેલો છે

રિસર્ચ સાયન્ટીસ્ટ તરીકે અમદાવાદની એક ફાર્મ કંપનીમાં 60 હજાર પગાર સાથે કામ કરતાં યુવાને એકાએક નોકરી છોડી ઈસ્કોન સંપ્રદાયના હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે સંન્યાસ લેનાર યુવાન સામે અમદાવાદ ફેમિલી કોર્ટે લાલઆંખ કરી છે. સાધુ બની માતા-પિતાને તરછોડી દેનાર યુવાનને જીવનનિર્વાહ માટે 10 હજાર રૂપિયાનું ભરણપોષણ આપવાના આદેશ કર્યા છે.

(12:59 pm IST)