Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

તમને લાગે હું સત્યના માર્ગે જઈ રહ્યો છું તો જ તમે મારી સાથે રહેજો: રઘુ દેસાઈ

કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈનું ભાવનાત્મક ભાષણ વાયરલ

રાધનપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈનું ભાવનાત્મક ભાષણ વાયરલ થઇ રહ્યું છે જેમાં રઘુ દેસાઈ કહી રહ્યા છે કે જો તમને લાગે હું સત્યના માર્ગે જઈ રહ્યો છું તો જ તમે મારી સાથે રહેજો અને મને મત આપનારનું ભગવાન સારૂ કરશે અને જે મને મત નહી આપે તેનુ ભગવાન વધારે સારું કરશે અને મારા માથાની પાઘડી તમારા ચરણોમાં મૂકી છે મારી આબરૂ હવે તમારા હાથમાં છે. રઘુ દેસાઈનો આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

(12:20 pm IST)