Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ગુજરાતમાં નવમાં ધોરણની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયોઃ 'ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી હતી?'

સ્વસંચાલિત શાળાએ જાતે પેપર તૈયાર કર્યુ હતું તેની સાથે રાજય શિક્ષણ વિભાગે લેવા-દેવા નથીઃ શિક્ષણ અધિકારી

અમદાવાદ, તા.૧૪: ગુજરાતમાં નવમાં ધોરણની પરીક્ષામાં ચોંકાવનારો પરંતુ શરમજનક પ્રશ્ન પૂછાયા પછી શિક્ષણ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. તાજેતરમાં લેવાઇ રહેલી પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શ્નગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી હતી?લૃ  આ આશ્યર્યજનક પ્રશ્નનો ખુલાસો થતા જ શિક્ષણ વિભાગના અધિકારીઓ મુસીબતમાં મૂકાઇ ગયા હતા. આ સિવાય બારમાં ધોરણની પરીક્ષામાં પણ શિક્ષણ વિભાગે પ્રશ્ન પૂછ્યો હતો કે, તમારા વિસ્તારમાં દારુના વેચાણ વધવાથી તેમજ દારુના તસ્કરો દ્વારા ઉભી થનારી હેરાનગતિ વિશે ફરિયાદ કરતો એક પત્ર જીલ્લા પોલીસ પ્રમુખને લખો.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, સુફલામ શાળા વિકાસ સંકુલના બેનર નીચે ચાલતી શાળાઓમાં નવમાં ધોરણની પરીક્ષામાં પશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી? સુફલામ શાળા વિકાસ સંકુલ કેટલીક સ્વસંચાલિત શાળાઓનો સમૂહ છે જેને સરકાર દ્વારા દાન પણ મળે છે.

ગાંધીનગર જીલ્લા શિક્ષણ અધિકારીએ આ બેદરકારીભર્યા વલણની ટીકા કરતા તપાસ શરુ કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે તપાસ અહેવાલ પછી કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે સુફલામ શાળા વિકાસ સંકુલના બેનર નીચે ચાલતી શાળાના તંત્રએ જાતે જ આ પ્રશ્નપત્ર તૈયાર કર્યા હતા, જેની સાથે રાજય શિક્ષણ વિભાગે કંઇ લેવા-દેવા નથી

(9:54 am IST)