Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સુરતના પાંડેસરાની મહિલાએ બે બાળકો સાથે ટ્રેન નીચે પડતુ મુક્યુ

 

સુરતના પાડેસરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ આર્થિક ભીંસ અને ઘરકંકાસથી કંટાળી પોતાના બે બાળકો સાથે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો છે.

  જાણવા મળ્યા મુજબ મૃતક મહિલા મહારાષ્ટ્રના અમલનેરની વતની હોવાની માહિતી મળી છે. મહિલાનો પતિ સંચાના કારખાનામાં કામ કરે છે. પોલીસે મૃતદેહોનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

(11:23 pm IST)