Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

રાજ્યમાં સ્વાઈન ફ્લુનો હાહાકાર : 24 કલાકમાં વધુ 37 કેસ નોંધાયા :અમદાવાદમાં સૌથી વધુ

 

અમદાવાદ :રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં સ્વાઇન ફ્લુના વધુ 37 કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી છે.

અમદાવાદમાં સ્વાઇન ફ્લુના સૌથી વધુ 23 કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લુને કારણે અત્યાર સુધી કુલ 36 લોકોના મોત થયા છે. તેમજ હજુ પણ 327 દર્દીઓ સારવાર હેઠળ છે.ગત 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધી એટલે કે છેલ્લા દોઢ મહિનામાં રાજ્યમાં સ્વાઇન ફ્લુના કુલ 1411 કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 607 કેસ નોંધાયા છે.

 

(12:41 am IST)