Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ડિસેમ્બરથી એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન નહીં આપવાના નિર્ણંય સામે પાલનપુરમાં રોષ ફેલાયો

પાલનપુર :આગામી 1 ડિસેમ્બરથી એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન નહીં મળે. જેને લઇને એપીએલ કાર્ડ ધારકોના મનમાં રોષની લાગણી ઉદભવી છે.પાલનપુર વિસ્તારમાં 4068 રેશન કાર્ડ ધારકો છે જેઓ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે 

ગુજરાત સરકારના અન્ન અને પુરવઠા વિભાગે એપીએલ  કાર્ડ ધારકોને 1 ડિસેમ્બરથી કેરોસીનનો જથ્થો નહીં આપવાનું નક્કી કર્યું છે. લોકો રાંધણ ગેસનો ઉપયોગ કરતા થાય અને પ્રદુષણ ઘટે તેવા હેતુ સાથે નિર્ણય કરાયો છે. જેમાં એપીએલ  કાર્ડ ધારકોએ સ્વ ખર્ચે ગેસ વસાવવાનો રહેશે. એપીએલ કાર્ડ ધારકોને 1 ડિસેમ્બરથી કેરોસીન બંધ થશે. જેને લઇને હજારો જરૂરિયાતમંદ લોકો અટવાઇ જશે.

 

(10:46 pm IST)