Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

જમીનની રેવન્યુ રેકર્ડમાં નોંધ કરવા દાહોદના મામલતદાર દિનેશભાઇ પટેલે પ૧ હજાર ની લાંચ માંગેલ :૩૧ હજારનો લાંચનો હપ્તો સ્વીકારતા એ.સી.બી. ની જાળમાં સપડાયા

રાજકોટઃ  એક જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી. હેડ કવાર્ટરમાં દાહોદના મામલતદાર દિનેશભાઇ નગીનભાઇ પટેલ  તથા કોમ્પ્યૂટર ઓપરેટર મામલતદાર કચેરી સામે જમીનની રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી કરી પ્રથમ રૂા. ૭પ હજાર સ્વીકારી બાદમાં બાકીના પ૧ હજાર લાંચમા આપવાનું નકકી કરેલ.  તે પૈકીના  રૂા. ૩૧ હજારની લાંચ લેતા એ.સી.બી. જાળમાં એ.સી.બી.ના ગાંધીનગરના પો.ઇન્સ. ડી.વી. પ્રસાદ, તથા અમદાવાદ શહેર એ.સી.બી.ના છટકામાં ઝડપાઇ ગયા છે. ઉપરોકત છટકું અમદાવાદ એ.સી.બી.ના મદદનીશ નિયામક એન.ડી.ચૌહાણના સુપરવિઝનમાં ગોઠવાયું હતુ.

અત્રે યાદ રહે કે ફરિયાદીના આરોપ મુજબ મામલતદાર ડી.એન.પટેલ દ્વારા   પ૧ હજારની લાંચની રકમ નકકી કર્યા બાદ ર૦ હજાર બેન્ક એકાઉન્ટમાં તા. ૧ર-૧૦-ર૦૧૮ ના રોજ આપવાનું કહેલ ત્યારબાદ બાકીના ૩૧ હજાર મામલતદાર કચેરીના કોમ્પ્યૂટર ઓપરેટર અદનાન વોરા સાથે મિલીભગતથી ૩૧ હજારની માંગણી કરી તે સ્વીકારી લઇ  એકબીજાની મદદગારી કરવાના ગુન્હામાં ઝડપાઇ ગયેલ છે.

(8:48 pm IST)