Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સુરતમાં મંદીના માહોલ વચ્ચે વિવિધ ઉદ્યોગો 5થી7 દિવસનું વેકેશન પાળશે

સુરત:વિવિંગ ઉદ્યોગમાં દિવાળી વેકેશનની ચર્ચાઓ અત્યારથી જ શરુ થઈ ગઈ છે, જુદી-જુદી સોસાયટીઓએ તો નિર્ણયો લેવાનું શરુ કરી દીધું છે. અત્યારે મંદીનો માહોલ હોવાથી ૨૦-૨૫ દિવસના વેકેશનની જાહેરાત પણ થઈ છે. જોકે, લોનના હપ્તાઓનું ભારણ વિવર્સને આઠેક દિવસથી વધારે વેકેશન પાડવા નહીં દે એમ સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું હતું.

વિવિંગ ઉદ્યોગોની વર્ષોની પરંપરા રહી છે, દિવાળીના દિવસે એકમો બંધ થાય તે પછી લાભ પાંચમથી કામકાજો પુન શરુ થઇ જાય છે. જોકે, ઘણા ખાસ કરીને મૂળ સુરતીઓ સાતમ-આઠમથી કામકાજ શરુ કરી દે છે. પણ, આ વખતે પરિસ્થિતિ અલદ છે. સૂત્રોએ જણાવ્યું કે, જીએસટી પછી વેપાર ઘટયો હોવાથી અસર આવી છે. 

 

 

(5:19 pm IST)