Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સુરતની ખટોદરા જીઆઈડીસીમાં આસ્થાના પ્રતીક સમા મંદિરની દીવાલ પર કબ્જો કરનાર વિરુદ્ધ લોકોમાં રોષ

સુરત:ખટોદરા જીઆઇડીસીમાં સ્થાનિકોની આસ્થાના પ્રતિક સમા પૌરાણિક મંદિરની દિવાલ અને ચોરો તોડીને પ્લોટ પર કબ્જો લેનારા તત્વોની કાર્યવાહીની સામે લોકોમાં રોષ ભભુકી ઉઠયો હતો. આજે સ્થાનિક લોકોનું ટોળુ પ્લોટ પર ધસી આવ્યું હતું અને મહિલાઓએ ધરણાં પણ કરતા વાતાવરણ ગરમાયું હતું. પોલીસની હાજરીમાં સમાધાન તો થયું પરંતુ સ્થાનિકોએ ઝડપથી મંદિર બનાવી દેવા માંગ કરી હતી.

ખટોદરા જીઆઇડીસી ઇન્ટસ્ટ્રીયલ કો.ઓ.માં આવેલા શેડ નં.૬૫ની બાજુમાં પૌરાણિક મંદિર છે. આ મંદિરની સાથે જ વડ, પીપળો અને લીમડાનું વૃક્ષ એમ ત્રિવેણી સંગમ હોવાથી આજુબાજુની સોસાયટીના રહીશો પૂજા કરવા આવે છે. દરમિયાન શનિવારે મંદિરની દિવાલ અને ચોરો તોડીને શિવલિંગ પણ ઉખેડી નાંખવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. 

 

(5:18 pm IST)