Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સુરતમાં નવરાત્રીમાં ત્રણ પેઢીથી આ લોકોએ એક સાથે ગરબા રમી પરંપરા જાળવી

સુરત:નવરાત્રીમાં ફિલ્મી સ્ટાઈલ ગરબાની ધુમ મચી રહી છે ત્યારે સુરતના કોટ વિસ્તાર સહિતના અન્ય કેટલાક વિસ્તારમાં પરંપરાગત ગરબાની પરંપરા આજે પણ અકબંધ છે. સુરતના અડાજણના પાંચ ફળિયાના લોકો ત્રણ પેઢીથી એક જ જગ્યાએ ગરબા રમતાં હોવાથી તેઓ માટે નવરાત્રીનો તહેવાર એકતાનો તહેવાર બની જાય છે. 

આ મદિરના પટાંગણમાં દશેરાના દિવસે આખા અડાજણ વિસ્તારની 200થી વધુ માટલી (ગરબા) ભેગા થાય છે. હાલ ચાલી રહેલી નવરાત્રીમાં દોઢિયા અને દાંડિયાની બોલબાલા વચ્ચે અડાજણમાં છેલ્લા 90 વર્ષ કરતાં વધુ વર્ષથી સિધ્ધેશ્વરી માતાના મંદિરના પટાગણમાં પરંપરાગત ગરબા રમવાની પરંપરા આજે પણ અકબંધ જોવા મળે છે. 

ગરબાનું સંચાલન કરતા ત્રીજી પેઢીના તેજશ પટેલ કહે છે, પટેલ મહોલ્લો, માતાજીની ટેકરી, તાલાટ મહોલ્લો, સરપંચ મહોલ્લો અને સુંદર મહોલ્લામાં રહેતાં બધા જ લોકો અહી ગરબા માટે ભેગા થાય છે. માતાજીના આંગણે માત્રને માત્ર પરંપરાગત ગરબા જ રમવામાં આવે છે. કેતન પટેલ કહે છે, આ જગ્યાએ ગરબાની પરંપરા અમારા વડિલોએ શરૂ કરી હતી આજે ત્રીજી પેઢી સંચાલન કરે છે. 

(5:18 pm IST)