Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ગાંધીનગરમાં ગંદકીથી લોકોને હાલાકી

ગાંધીનગર:મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જયંતી નિમિત્તે વર્ષ ૨૦૧૯ સુધી ખાસ સ્વચ્છતા અભિયાન ગામે ગામથી લઇને મહાનગરો સુધી હાથ ધરવામાં આવ્યા છે પરંતુ આ કાર્યક્રમો ફક્ત ફોટા પડાવવા પુરતા જ હોય તેમ સ્થાનિક આગેવાનો જે તે વખતે ઝાડુ  હાથમાં લઇને ફોટા પડાવી દે છે પછી ગંદકી કે કચરાને કોઇ અધિકારી જોવા પણ આવતું નથી આવી સ્થિતિમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ખાસ ગંદકીના થર જોવા મળી રહ્યા છે. જેને લઇને રોગચાળાની દહેશત પણ વર્તાઇ રહી છે. 

મહાત્મા ગાંધીજીના જન્મદિન તારીખ ૨ ઓકટોબર ૨૦૧૪થી સમગ્ર દેશમાં મહાસ્વચ્છતા અભિયાન શરૃ કરવામાં આવ્યું છે આ અભિયાન ગાંધીજીની ૧૫૦મી વર્ષગાંઠ એટલે કે, વર્ષ ૨૦૧૯માં વધુ સઘન બનાવવાનું છે તે નિમિત્તે આયોજન પણ કરી દેવામાં આવ્યું છે. ૨૦૧૮-૧૯માં ગામે ગામ સ્વચ્છતા કાર્યક્રમો સરકારી ખર્ચે કરવામાં આવનાર છે પરંતુ આ સરકારી રૃપિયા કચરામાં જ જશે તેમ હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે.

એટલુ જ નહીં, ગાંધીનગર જિલ્લામાં પણ ખાસ સ્વચ્છતા સમિતિ બનાવવામાં આવી છે અધિકારીઓથી ભરેલી આ સમિતિ દ્વારા જે તે ગામોમાં નિયમિત તપાસ કરવાની સાથે ગ્રામજનો સ્વચ્છતાના આગ્રહી બને તે પ્રકારેના વિવિધ જાગૃતિના કાર્યક્રમ કરવાના હોય  છે પરંતુ આ પ્રકારે કોઇ અધિકારી ધ્યાન દે તુ નથી અને ગામોમાં ગંદકીના થર ખડકાયેલા પહેલાની જેમ આજે પણ જોવા મળે છે.

(5:17 pm IST)