Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ગાંધીનગર નજીક પશુ ચરાવવા ગયેલ માલધારી પર હુમલો કરી અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ગંભીર ગુનાઓમાં વધારો થઈ રહયો છે ત્યારે આજે સવારના સમયે દંતાલી ગામના પશુપાલક વૃધ્ધ પશુઓ લઈને સીમમાં ચરાવા માટે ગયા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે તેમની ઉપર હુમલો કરીને સોનાની વાળીઓ લૂંટી લીધી હતી.

જો કે ત્યાં પહોંચેલા પુત્રએ લોહીથી લથપથ પીતાને જોઈ તાત્કાલિક સારવાર માટે ખસેડયા હતા પરંતુ તેમનું મોત નીપજયું હતું. ત્યારે હાલ આ અંગે અડાલજ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની આશંકાના પગલે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૃ કરી હતી. 

હાલમાં ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરી અને અન્ય નાના મોટા ગુનાઓ વધી રહયા છે ત્યારે ગંભીર પ્રકારના ગુનાઓ પણ બની રહયા છે. મળતી વિગતો પ્રમાણે શહેર નજીક આવેલા દંતાલી ગામમાં રહેતાં ૬૦ વર્ષીય વૃધ્ધ માલધારી જયરામભાઈ મફતભાઈ રબારી આજે સવારના સમયે નિત્ય ક્રમ મુજબ ગામની સીમમાં પશુઓ લઈને ચરાવા માટે ગયા હતા.

(5:16 pm IST)