Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ગટરોની સફાઈ કરવા માટે ઉપયોગમાં લેવાતા મશીનથી વડોદરા મનપાને ભારે નુકશાન

વડોદરા: મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઊભરાતી ગટરોની સફાઇ કરવા સુપર સકર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનો ચલાવવા અપાતા કોન્ટ્રાકટમાં મ્યુનિ. કોર્પોરેશનને અમદાવાદ અને સુરતની સરખામણીએ આર્થિક નુકસાન થાય છે.

મ્યુનિ.કમિશનરને કરેલી લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે શહેરની વધતી જતી વસ્તી અને વિસ્તારને કારણે ડ્રેનેજ ઉભરાવવાની, ચોકઅપ થવાની ફરિયાદો વધી છે. શરૃઆતમાં તમામ ગટરોના મેનહોલો મેન્યુઅલી સાફ કરવામાં આવતા હતા ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આદશ અનુસાર મેન્યુઅલી મેનહોલ સાફ નહીં થતા સુપર સકર મશીનથી કામગીરી થાય છે. વડોદરા કોર્પોરેશને સુપર સકર મશીનો ખરીદીને તેને ચલાવવા કોન્ટ્રાકટ અપાય છે. વડોદરા કોર્પોરેશને બે વર્ષ માટે કોન્ટ્રાકટ આપ્યો હતો જે પૂરો થતા ફરી કોન્ટ્રાકટ આપ્યો જે ૨૦૧૯માં પુર્ણ થશે. આજદિન સુધી વડોદરા કોર્પોરેશને કોન્ટ્રાકટમાં જેટલા રૃપિયા ચુકવ્યા છે તે અન્ય શહેરોની કોર્પોરેશનોની સરખામણીમાં વધુ ચુકવ્યા છે.

 

(5:15 pm IST)