Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

વડોદરામાં પત્નીને ભરણ પોષણ આપવા માટે ના કહેનાર પતિએ જેલમાં જવાનું પસંદ કર્યું

વડોદરા:પત્નીએ મુકેલા છુટા છેડા ના કેસમાં ભારણ પોષણ ચૂકવી નહીં શકનાર પતિએ જેલમાં જવાનું પસંદ કર્યું હતું. એટલું જ નહીં પત્ની પીડિત પુરુષ સંગઠન એક ઉદાહરણ રૂપે યુવકને વાજતે ગાજતે હાર પહેરાવી પોલીસ મથક સુધી મુકવા ગયા હતા.

વડોદરા શહેરમાં રહેતા અને છૂટક મજૂરી કરતા હેમંત રાજપૂતના લગ્ન 15 વર્ષ પૂર્વે થયા હતાં લગ્ન બાદ ઘરકંકાસ ના કારણે પત્ની એ છૂટાછેડા અને ભરણપોષણ માટે કોર્ટના દેર ખખડાવ્યા હતા. 

જે બાદ લાંબા સમયથી કોર્ટમાં ભરણપોષણ માટે કેસ ચાલતો હતો. હેમંત રાજપૂત છૂટક મજૂરી કરતો હોવાથી તે એક બાંધેલી રકમ ભરણપોષણમાં આપી શકે તેવી ક્ષમતા ધરાવતો ન હતો. જેથી લાંબા સમયના કેસ બાદ તેને ભરણપોષણ આપવા બાબતે કોર્ટ સમક્ષ નાદારી જાહેર કરી હતી. જેથી ફેમિલી કોર્ટ દ્વારા તેનું વોરન્ટ કાઢવામાં આવ્યું હતું. 

(5:13 pm IST)