Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સાબરમતી રિવરફ્રન્ટ નજીક બે બાઈક સામ-સામે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ત્રણ પોલીસ સહીત 6 ઈજાગ્રસ્ત: કોન્સ્ટેબલનું કમકમાટી ભર્યું મોત

અમદાવાદ:સાબરમતી રિવરફ્રન્ટ પર શનિવારે રાત્રે મોડીરાતે બાઇક પર મહિલા પોલીસ સહિત બે કોન્સ્ટેબલ બાઇક પર ત્રણ સવારીમાં દૂધેશ્વર દધિચીબ્રિજ તરફ જતા હતા. આ સમયે રોન્ગ સાઇડમાં એક બાઇક પર સ્ટંટ કરતા ત્રણ યુવકો આવી રહ્યા હતા. તેઓએ સ્ટીયરીંગ પરનો કાબૂુ ગુમાવતાં ધડાકા સાથે બન્ને બાઇક સામસામે અથડાતા છ જણાને ઇજાઓ થઇ હતી, જેમાં એક કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે મહિલા કોન્સ્ટેબલ તથા બાઇક સવાર સારવાર હેઠળ છે.

આ કેસની વિગત એવી છે કે સુભાષબ્રિજ પાસે કેશવનગરમાં રહેતા અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રવિભાઇ બારિયાએ સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે શનિવારે રાત્રે ફરજ પુરી કરીને કોન્સ્ટેબલ સાગરભાઇ મેરના બાઇક પર ફરિયાદી તથા માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા અંકિતાબહેન વાઘેલા ત્રણ સવારીમાં બેસીમાં એલિસબ્રિજ તરફથી દૂધેશ્વર દધિચીબ્રિજ તરફ જઇ રહ્યા હતા.

 

(5:11 pm IST)