Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા

રાજયની વિવિધ નગરપાલિકાના વિકાસ કાર્યો માટે ૧૪માં નાણાંપંચની વર્ષ ૨૦૧૮- ૧૯ની બેઝીક ગ્રાન્ટની ધનસુખભાઈ ભંડેરી

રાજયની ૮ મહાનગરપાલિકા અને ૧૬૨ નગરપાલિકાઓમાં સેનીટેશન- સ્વચ્છતા, પાણી પુરવઠો, આરોગ્યલક્ષી સફાઈ પ્રવૃતિ, વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થા, રોડની જાળવણી, ફુટપાથ, સ્ટ્રીટ લાઈટ, સ્મશાનગૃહ/ કબ્રસ્તાન, કોમ્યુનિટી એસેટની જાળવણી વગેરે કામો માટે રૂ.૫૬૯ કરોડની ફાળવણીઃ રાજયની ૮ મહાનગરપાલિકા તથા ૧૬૨ નગરપાલિકાઓના સર્વાંગી વિકાસકાર્યો તેમજ પુરતી સુવિધાઓ અપાશે

રાજકોટ,તા.૧૫: ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની એક અખબારીયાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજયોમાં  ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહ્યા છે ત્યારે આ હરણફાળ વિકાસની દોટમાં ગુજરાતના મહાનગરોની સાથે નગરપાલિકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ બને તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૮ મહાનગરપાલિકા અને ૧૬૨ નગરપાલિકાઓમાં સેનીટેશન / સ્વચ્છતા, પાણી પુરવઠો, આરોગ્યલક્ષી સફાઈ પ્રવૃતિ, વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થા, રોડની જાળવણી, ફુટપાથ, સ્ટ્રીટ લાઈટ, સ્મશાનગૃહ/ કબ્રસ્તાન, કોમ્યુનીટી એસેટની જાળવણી વગેરે જેવા કામો માટે રાજયની ૮ મહાનગરપાલિકા અને ૧૬૨ નગરપાલિકાઓને ૧૪માં નાણાંપંચની વર્ષ ૨૦૧૮- ૧૯ માટે રૂ.૫૬૯ કરોડની બેઝીક ગ્રાંટની ફાળવણી કરવામાં આવી હતી.

આ અંતર્ગત વધુ માહિતી આપતા ગુજરાત મ્યુનીસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ (મો.૯૯૦૯૦ ૩૧૩૧૧) જણાવ્યું હતું કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા રાજયમાં પારદર્શક સરકાર, સંવેદનશીલ સરકાર, નિર્ણાયક સરકાર અને પ્રગતિશીલ સરકારના મંત્ર સાથે અને સૌનો સાથ, સૌના વિકાસની સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે અનેકવિધ યોજનાઓની સાથોસાથ સુવિધાઓના કાર્યો વેગવંતા બનાવવામાં આવેલ છે ત્યારે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને સમયાંતરે ગ્રાન્ટની ફાળવણી કરી લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ થાય અને નાગરીકોના આરોગ્ય, પરિવહન, જાહેર સફાઈ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત મ્યુ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા લોકોને પ્રાથમિક સુવિધાઓથી લઈ માળખાકિય અને આંતરમાળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી રાજયની ૮ મહાનગરપાલિકા અને ૧૬૨ નગરપાલિકાઓએ ૧૪માં નાણાંપંચની વર્ષ ૨૦૧૮- ૧૯ની રૂ.૫૬૯, ૦૨,૫૦૦,૦૦/- (અંકે રૂપિયા પાંચસો ઓગણોસીતેર કરોડ બે લાખ પચાસ હજાર પુરા) બેઝીક ગ્રાંટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ૮ મહાનગરપાલિકાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગરને ૧૭૮, ૬૪,૩૫૦,૦૧ની ફાળવણી તેમજ ૧૬૨ નગરપાલિકાઓને રૂ.૩૯૦,૩૮,૧૪૯, ૯૯ની ફાળવણી કરવામાં આવી હતી. આ ગ્રાન્ટનો ઉપયોગ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા સેનીટેશન/ સ્વચ્છતા, પાણી પુરવઠો, આરોગ્યલક્ષી સફાઈ પ્રવૃતિઓ જેમકે સેપ્ટિક મેનેજમેન્ટ, સેવેઝ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થા, રોડની જાળવણી, ફુટપાથ, સ્ટ્રીટલાઈટ, સ્મશાન ગૃહ- કબ્રસ્તાન, કોમ્યુનીટી એસેટની જાળવણી જેવા પ્રાથમિક, માળખાકિય તેમજ આંતરમાળખાકિય કામો માટે કરી શકશે.

ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના માધ્યમથી મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિકાસ માટે નાણાપંચ દ્વારા માતબર રકમમાં ગ્રાન્ટ ફાળવી રાજય સરકારે સ્વર્ણીમ સિધ્ધીઓ હાંસલ કરવાનો પ્રયાસ કરેલ છે ત્યારે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસકામો ઝડપથી પુર્ણ થાય તેની જવાબદારી જનપ્રતિનિધિ તરીકે આપણી સૌની બને છે. ત્યારે ગુજરાતની નગરપાલિકાઓને સમૃધ્ધ બનાવી ગુજરાતની વિકાસયાત્રા આગળ ધપાવવાની ભાજપા સરકારની નેમ છે. તેમ યાદીમાં અંતમાં જણાવાયું છે.

(4:43 pm IST)
  • વિસાવદર પંથકમાં ૩ વર્ષના સિંહનું શંકાસ્પદ સ્થિતિમાં મોત : વિસાવદરના કાલાવડની સીમમાંથી સિંહનો મૃતદેહ મળ્યોઃ ૩ વર્ષના સિંહના મૃતદેહને શંકાસ્પદ હાલતમાં અગ્નિદાહ અપાયોઃ દુર્ગધ આવતા વાડી માલીકે વનતંત્ર વિભાગને કરી જાણઃ સિંહનુ કુદરતી મોત થવાનુ વન વિભાગનું અનુમાન access_time 3:09 pm IST

  • કચ્છના નખત્રાણાના નેત્રા ગામે સોશ્યલ મીડિયામાં કોમેન્ટ મુદ્દે બે જૂથ વચ્ચે બઘડાટી :એક જૂથના લોકોએ અન્ય જૂથના યૂવકો પર હુમલો કરતા મામલો બીચક્યો: નેત્રા ગામે ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો:.હાલમાં બંન્ને સમાજના લોકો મોટી સંખ્યામાં નેત્રા ગામે સાંજે મારામારી થયા બાદ ફરી બન્ને જુથ્થના લોકો એકઠા થતા ભારેલા અગ્નિ જેવી સ્થિતી access_time 12:41 am IST

  • કુંભમેળા પહેલા અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરાશે :ઉત્તરપ્રદેશમાં શહેરોના નામ પરિવર્તનનો સિલસિલો યથાવત્ : કુંભમેળાના આયોજન માટેની બેઠક બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ત્રિવેણી સંગમ નગરી અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનું એલાન કર્યું:સંતોએ અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાનું સૂચન આપ્યું હતું. access_time 12:25 am IST