Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સુપ્રીમે ગુજરાતના ઉમર કેદના કેદીની ૧૬ વર્ષ મોડી કરેલ સજામાફીની અરજી સ્વીકારીઃ ૯૦ દિવસમાં રાજય સરકારને અપીલ ઉપર વિચાર કરવા આદેશ

 નવી દિલ્હીઃ  તા.૧૫, સર્વોચ્ચ અદાલતે ૧૬ વર્ષ મોડી રજુ કરવામાં આવેલ ગુજરાતના ઉમર કેદના કેદી રાજકુમારની સજા માફીની અરજી સ્વીકારી છે. આ કેદી ૧૯ વર્ષથી જેલમાં બંધ છે. જસ્ટીસ એકે સિકરી અને જસ્ટીશ અશોક ભુષણની પીઠે કેદીની અરજી સ્વીકારતા રાજય સરકારને સજા માફી અંગે ૩ મહિનામાં વિચાર કરવા આદેશ આપ્યો છે. કોર્ટે વધુમાં જણાવેલ કે રાજકુમાર ૧૯ વર્ષથી જેલમાં બંધ છે. અને સજા માફીની અરજી દેવા માટે યોગ્ય છે.

 રાજકુમારનો મામલો સુપ્રીમ કોર્ટ લીગલ સર્વીસ ઓથોરીટીએ પ્રોજેકટ સહયોગ હેઠળ ઉઠાવ્યો છે. જેલમાં બંધ  કેદીઓ માટે આ યોજના આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવી હતી જેના દ્વારા આવા કેદીઓના કેસ સુપ્રીમ કોર્ટમાં લાવવામાં આવે છે , જે કોર્ટ સાવધાની સ્થિતિમાં નથી હોતા. ઓથોરીટીએ એવા વકીલોની યાદી પણ આપી છે જેઓ આ પ્રકારના અત્યંત મોડા મામલાઓ કોર્ટમાં લાવે છે.

અપરાધીક કેસમાં અપીલ કરવા માટે ૯૦ દિવસનો સમય આપવામાં આવે છે. સામાન્ય રીતે ઉમર કેદની સજા વાળા  કેદી ૧૫ વર્ષ બાદ સજા માફીની અરજી કરી શકે છે. જયારે જે કેસમાં આજીવન કારાવાસની સજા મળી હોય તે કેદીને આ સજા માાફીની અરજી દેવાનો અધિકાર નથી હોતો.

(3:29 pm IST)