Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

'પોસ્કો' ના કેસો ચલાવવા મહીલા પબ્લીક પ્રોસીકયુટરની નિમણુંક કરો : ચિચોદરા

રાજકોટ તા. ૧૫ : રાજયની અદાલતોમાં 'પોસ્કો' ના કેસ સ્પે.મહીલા પબ્લીક પ્રોસીકયુટર દ્વારા અને મહીલા ન્યાયધીશ સમક્ષ ચલાવવા રાજકોટના લઘમતી કોલમના જીવદયા પ્રેમી અને આર.ટી.આઇ. એકટીવીસ્ટ અલ્તાફભાઇ ચીચોદરાએ મુખ્ય ન્યાયમૂર્તિ અમદાવાદને વિગતવાર પત્ર લખી રજુઆત કરી છે.

તેઓએ જણાવેલ છે કે મુખ્યમંત્રીશ્રી પોસ્કોના કેસમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટરની નિમણુંક કરવા આદેશ કરેલ હોવા છતા કાયદા વિભાગ આવી નિમણુક શા માટે કરતો નથી?

રાજકોટની એક બાળકીના કેસમાં પાંચ પાંચ વર્ષ સુધી નિવેદન પણ લેવામાં આવેલ ન હોવાનું અને આ કેસમાં પુરૂષ સરકારી વકીલ રોકાયેલા હાલમાં મહિલા સરકારી વકીલ કાર્યરત હોવાનું શ્રી ચીચોદરાએ જણાવેલ છે.

જાતિય શોષણના કીસ્સાઓમાં મહીલા આયોગ તથા એનજીઓને રસ ન હોય તે પ્રકારે કાર્યવાહીઓ ચાલતી હોય તેમજ નામ. ગુજરાત હાઇકોર્ટના પરિપત્ર અનુસાર ત્વરીત કેસો ચલાવવા અલ્તાફભાઇ ચીચોદરા (મો.૯૯૨૪૧ ૦૪૦૦૨)એ જણાવેલ છે.

(3:13 pm IST)