Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

નાલાયક ટેકનિશીયન મહિલાઓની આંખે પાટા બાંધી ભૂંડી વિડીયો ઉતારી લેતો : જ્વાળામુખી ભભૂકયો

મહમદ મંસુરીની હરામખોરી ખુલ્લી પાડતી ૧૪૫ મહિલાઓ : પોલીસે ધરપકડ કરી

સુરત તા. ૧૫ : શહેરનાં ડિંડોલી વિસ્તારમાં કિલનીકનાં ટેકનીશિયન પર મહિલાઓએ અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો છે. ૧૪૫ જેટલી મહિલાઓએ કિલનીકનાં ટેકિનશીયન પર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો છે. ટેકિનશીયન મહમદ મંસુરી સારવારનાં નામે મહિલાઓને રૂમમાં લઈ જતો હતો.

રૂમમાં મહિલાઓની આંખો પર પટ્ટી બાંધીને વીડિયો ઉતારતો હતો. આ ઘટના બાદ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ ટેકિનશીયન મહમદ મંસુરીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

મહત્વનું છે કે આ ઘટના અંગેની મળતી માહિતી મુજબ સુરતનાં ડિંડોલી વિસ્તારની ૧૪૫ જેટલી મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેઓએ તેમનાં વિસ્તારમાં જ આવેલ એક કિલનીકનાં ટેકિનશીયન પર અશ્લીલ કિલપ બનાવવાનો આરોપ મૂકયો હતો. ત્યારે તે બધી મહિલાઓ એક સાથે જઇને તે ટેકિનશીયનને પોલીસ સ્ટેશન સુધી લઇ ગઇ હતી.

મહિલાઓએ પોલીસ સ્ટેશને પોતાની વ્યથા જણાવતાં કહ્યું કે, આ ટેકનીશીયન સારવારને નામે મહિલાઓને રૂમમાં લઇ જતો હતો અને રૂમમાં જ મહિલાઓની આંખો પર પટ્ટી બાંધીને અશ્લીલ હરકતો કરીને તેનો વીડિયો ઉતારતો હતો. જો કે, આ મામલે સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:13 pm IST)