Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અમદાવાદના બોપલમાં રૂરલ ક્રાઈમ બ્રાન્ચમાં યુવકનું મોત : પોલીસે માર માર્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ

ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા યુવક પર શેઠની કાર ચોરી થતા તેના પર શંકા હતી

અમદાવાદમાં બોપલ ખાતે રૂરલ ક્રાઈમ બ્રાન્ચમાં યુવકનું કસ્ટોડિયલ ડેથ થયુ છે. યુવકને પોલીસે માર માર્યોનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. વાહન ચોરાની કેસમાં શંકામાં આવેલા યુવક સુરભા ઝાલાને પોલીસ એલસીબી કચેરી લાવી હતી. અને ત્યાં તેને માર મારવામાં આવતા મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે.

સુરભા ઝાલા નામનો 26 વર્ષિય યુવક કાર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. અને તેના શેઠની કાર ચોરી થતાત ના પર શંકા વ્યકત્ કરવામાં આવી હતી.તેમજ પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા માર મારતા કસ્ટોડિયલ ડેથ થયાનો આક્ષેપ લાગ્યો છે. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખશેડાયો છે

(1:11 pm IST)