Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ભાજપને કોણ નડશે, કોણ ફળશે ? તમામ જિલ્લા તંત્ર પાસેથી અહેવાલ મંગાવતી સરકાર

છેલ્લા ૫ વર્ષના વિકાસ કામોની માહિતી આપવા સૂચનાઃ હાલના અને ચૂંટણી વખતે સર્જાનારા સંભવિત સમીકરણોનો સર્વે

રાજકોટ, તા. ૧૫ :. રાજ્ય સરકારે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જિલ્લાના વહીવટી તંત્ર પાસેથી છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસ કામો અને ચૂંટણી સંદર્ભના સમીકરણો બાબતે બિનસત્તાવાર રીતે માહિતી મંગાવ્યાનું જાણવા મળે છે. અધિકારીઓના માધ્યમથી તાગ મેળવી સરકાર આગળના પગલા ભરવા વિચારશે.

લોકસભાની ચૂંટણી આગામી ૬ મહિનામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ભાજપને ફાયદો થાય તે રીતે અવિધિસરનો સર્વે શરૂ થઈ ગયો છે. જેમાં સરકાર સાથે સંકળાયેલા લોકોની મદદ લેવામાં આવી છે. લગભગ તમામ જિલ્લા વહીવટી તંત્ર પાસેથી અહેવાલ માંગવામાં આવ્યો છે. સરકારે છેલ્લા ૫ વર્ષમાં કરેલા વિકાસ કામો તેમજ લોકસભાની ચૂંટણી પહેલા થઈ શકે તેવા કામો અને પડતર રહી ગયેલ કામોની માહિતી માંગી છે. ચૂંટણીમાં સરકાર તરફે કયા પરિબળો નડી શકે અને કયા પરિબળો ફળી શકે ? તેની પણ માહિતી માગવામાં આવ્યાનું જાણવા મળે છે.

અછત, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, કાયદો વ્યવસ્થા વગેરે મુદ્દે મોટા પડકારોની વચ્ચે ઘેરાઈ ગયેલી સરકાર લોકોમાં છાપ સુધારવા માટે મથામણ કરી રહી છે. તેના ભાગ રૂપે વહીવટી તંત્ર પાસેથી જે તે જિલ્લાનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે. જિલ્લા તંત્રએ ખાનગી રાહે અહેવાલ મોકલવાનો છે. સરકાર લોકોની સમસ્યાઓનો અભ્યાસ કરી આગળની કાર્યવાહી કરવા માગે છે.

એક નઝર ઈધર ભી

ઈન્ટરનેટ પર વાંચવા મળેલ રમુજી વાત

એક વખત જુદા જુદા દેશના નેતાઓ વચ્ચે ઘોડો શોધવાની સ્પર્ધા થઈ. એક મોટા ફળિયામાં મોટી સંખ્યામાં ગધેડાઓ વચ્ચે રહેલા એક ઘોડાને શોધવાનો હતો. ચાર દેશના નેતાઓ અંદર જઈ આવ્યા પણ ગધેડાઓ વચ્ચેથી એક ઘોડાને શોધી શકયા નહિ. આખરે બાકી રહેલા એક દેશના નેતા અંદર ગયા અને ઘોડાને શોધીને તરત બહાર લાવ્યા !

બીજા દેશના નેતાઓએ ઝડપથી ઘોડો શોધી શકવાનું રહસ્ય પૂછયું. પેલા નેતાએ કહ્યુ 'મેં અંદર જઈને એટલું જ કહેલું કે અચ્છે દિન આનેવાલે હૈ, આ સાંભળીને બધા ગધેડાઓ નાચવા લાગ્યા એટલે હું ઘોડાને લઈને બહાર આવી ગયો'! (૨-૭)

(12:02 pm IST)
  • કચ્છના નખત્રાણાના નેત્રા ગામે સોશ્યલ મીડિયામાં કોમેન્ટ મુદ્દે બે જૂથ વચ્ચે બઘડાટી :એક જૂથના લોકોએ અન્ય જૂથના યૂવકો પર હુમલો કરતા મામલો બીચક્યો: નેત્રા ગામે ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો:.હાલમાં બંન્ને સમાજના લોકો મોટી સંખ્યામાં નેત્રા ગામે સાંજે મારામારી થયા બાદ ફરી બન્ને જુથ્થના લોકો એકઠા થતા ભારેલા અગ્નિ જેવી સ્થિતી access_time 12:41 am IST

  • વડોદરાના કરજણમાં જેસીટી ઇલેકટ્રોનીકસ કંપનીના શેર ડાઉનઃ તાળા લાગી ગયા : ટીવીની પિકચર ટયુબ બનાવતી દેશની પ્રથમ કંપની છે જેસીટી ઇલેકટ્રોનીકસઃ ૧૯૯૬થી કાર્યરત એમ.એમ. થાપર ગ્રુપની જેસીટી કંપની બંધ થઇઃ બીઆઇએફઆર દ્વારા કંપનીને નબળી જાહેર કરાઇ હતીઃ ૪૬૫૧ કરોડ બેંક ફાઇનાન્સ કંપનીઓને ચુકવવાના બાકી access_time 3:35 pm IST

  • અમદાવાદના સોલામાં ફાયરિંગની ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ :સામાન્ય તકરારમાં દત્ત બંગ્લોઝ સોસાયટીમાં થયું હતું ફાયરીંગ: સોલા પોલીસે પિતા સહિત બંને પુત્રોની ધરપકડ કરી સોસાયટીમાં ગરબા ચાલતા હતા જેથી ઝડપથી બાઈક નહીં ચલાવવા માટે ઠપકો આપતા મામલો બિચક્યો હતો :દાનારામ નામના શખ્શે ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. access_time 12:42 am IST