Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

કોંગ્રેસ દ્વારા દશેરાએ રાજયભરમાં મોંઘવારીના રાક્ષસનું દહન

પ્રજાના અવાજને વાચા આપવા શહેર,જિલ્લા, તાલુકા મથકે આક્રોશ વ્યકત કરાશે

રાજકોટ તા.૧૫: મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તા.૧૮ને ગુરૂવારે દશેરાના દિવસે રાજયભરમાં મોંઘવારીના રાક્ષસનું દહન કરીને સરકાર સામે આક્રોશ વ્યકત કરાશે. આ માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં ટીમ કાર્યરત છે. તેમ લાઠી-બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે, છેલ્લા સાડાચાર વર્ષના ભાજપની કેન્દ્ર સરકારના શાસનમાં અને રાજયમાં રર વર્ષથી ભાજપના શાસનમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ સહિત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઇ રહયો છે અને ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગ અસહ્ય મોંઘવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવી રહયો છે. પ્રજાના પ્રશ્નો -સમસ્યાઓને વાચા આપવા અને પ્રજાના અવાજને રજૂ કરવા તથા અસહ્ય મોંઘવારી સામે વિરોધ વ્યકત કરાશે.

ગુરૂવારે દશેરાના દિવસે (૧) મોંઘવારી, (ર) કોમવાદ, (૩) બેરોજગારી, (૪) ખેડૂત વિરોધી, (પ) મોંઘુ શિક્ષણ-વ્યાપારીકરણ (૬) ગુન્હાખોરી, (૭) ભ્રષ્ટાચાર, (૮) વિજળી-પાણીની હાલાકી, (૯) આરોગ્ય સુવિધાઓનો અભાવ, (૧૦) મહિલાઓની અસલામતી જેવા દશ માથારૂપી ભાજપના રાવણ-રાક્ષસનું દહન કરાશે.પ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડાની સુચના અનુસાર દશેરાના દિવસે શહેર-જિલ્લા-તાલુકા મથકે મોંઘવારીના રાક્ષસનું દહન કરવામાં આવશે.(૧.૮)

(12:01 pm IST)