Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અંકલેશ્વર ભરકોદ્રાના આંબલાવાડીમાં જુગાર રમતા ચાર ઝડપાયા: 27 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસએ ભરકોદ્રા ગામમાં જુગાર રમતા 4 જુગારિયોં ને રંગે હાથો ઝડપી પાડ્યા હતા. પોલીસે 14500 રોકડ અને 13 હજારની કિંમતમાંના 4 મોબાઈલ મળી 27 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસએ ભરકોદ્રા ગામની સીમમાં છેવાડે આવેલ આંબલાવાડીમાં ઝાડ નીચે બેસી જુગાર રમતા દલપત વસાવા, કિરણ વસાવા, રાહુલ વસાવા, જયેશ વસાવાને રંગે હાથો ઝડપી પાડ્યા હતા. તેમની પાસે થી રોકડ રૂપિયા 14580 તેમજ 4 મોબાઈલ કિંમત રૂપિયા 13000 મળી કુલ 27580 રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તમામની જુગારધારા હેઠળ અટકાયત કરી વધુ તપાસ આરંભી હતી.

(10:05 pm IST)