Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદ પાસે ઉભેલા ટ્રેલર પાછળ કાર ઘુસી જતા બે લોકોના મોત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. નડિયાદથી આણંદ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આણંદ પાસે રસ્તા પર ઉભેલા ટ્રેલર પાછળ કાર ઘૂસી ગઇ હતી. જેના કારણે કારનું પડીકું વળી ગયું હતું, ઘટનામાં ઘાયલ લોકોને નડિયાત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

(9:07 pm IST)