Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સાથે ગેરવર્તણૂક કરનાર પોલીસવાળા સીસીટીવીમાં થશે કેદ

શહેર-જિલ્લાકક્ષા ઉપરાંત ગાંધીનગરથી રખાશે નજર

અમદાવાદ :ગુજરાતના ગૃહ વિભાગે દરેક પોલીસ સ્ટેશનમાં કેમેરા અને આઈપી-બેસ્ડ વીડિયો સર્વેલન્સ ઈન્સ્ટોલ કરવાની કવાયત હાથ ધરી છે. જો કે હજુ સુધી બધા પોલીસ સ્ટેશનમાં કેમેરા નથી લાગ્યા પરંતુ હવે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમરા લગાવવા ચક્રો ગતિમાન કર્યા છે

  જાણવા મળ્યા મુજબ નવી સિસ્ટમને સુસંગત થવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ અપગ્રેડ કરવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશન પર જિલ્લાના હેડક્વાટર અથવા શહેર કમિશ્નરની કચેરી અને ગાંધીનગરથી નજર રાખવામાં આવશે.

 

 

(7:12 pm IST)