Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ ટ્રેન્ટ ખાતે ઈનામ વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ ટ્રેન્ટ ખાતે ઈનામ વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રેમ સ્વરૂપ સ્વામી દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ નારાયણપુરા ધામના પ્રેમ સ્વરૂપ સ્વામી, અનંત સ્વરૂપ સ્વામી, પૂર્વ જીલ્લા સદસ્ય ભગવાનભાઈ, નાનુભાઈ, ગણપતભાઇ, હાઇસ્કૂલના આચાર્ય સંજયભાઈ પટેલ,  પૂર્વ આચાર્ય પી.જી.પટેલ, નાનાઉભડા, દાલોદ, શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓ ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(6:51 pm IST)