Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં બાઈક પર બેસી વિદેશી દારૂનો વેપલો ચલાવનાર આરોપીને ઝડપી પોલીસે મોબાઈલ ફોન સહીત 55 હજારનો મુદામાલ જપ્ત કર્યો

વડોદરા: શહેરના લક્ષ્મીપુરારોડ વિસ્તારમાં સ્કૂટર પર બેસીને વિદેશી દારૃ વેચતા આરોપીને પોલીસે ઝડપી પાડી દારૃ,સ્કૂટર અને મોબાઇલ ફોન સહિત પપ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે.

પીસીબી પોલીસનો સ્ટાફ ગણેશોત્સવને અનુલક્ષીને શહેરમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન સાંજે સાત વાગ્યે ગોત્રી યશ કોમ્પલેક્સ પાસે આવતા માહિતી મળી હતી કે,લક્ષ્મીપુરારોડ દિનદયાળ વુડાના મકાનમાં ગુરૃપ્રસાદ ઉર્ફે મુન્નો હરિપ્રસાદ કનોજિયા પોતાના સ્કૂટરમાં વિદેશી દારૃ લઇને બેસી વેચાણ કરે છે.જેથી,પીસીબી પી.આઇ.જે જે પટેલની સૂચના મુજબ,સ્ટાફના જવાનોએ ત્યાં જઇને રેડ પાડી હતી.ત્યાં ગયા ત્યારે ગુરૃપ્રસાદ હાજર મળી આવ્યો હતો.પોલીસે તપાસ કરતા દારૃની બોટલો તથા દારૃના ટેટ્રા પેક મળી આવ્યા હતા.પોલીસે ૯,૪૪૦ નો દારૃ તથા સ્કૂટર અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૫૫,૪૦૦ નો મુદ્દામાલ કબજે લીધો છે.આરોપી સામે ગુનો દાખલ કરીને તે ક્યાંથી ,કોની પાસેથી અને કેવી રીતે દારૃ લાવ્યો હતો? તે અંગે  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક  પૂછપરછમાં મુકેશ નામના વ્યક્તિનું નામ  ખૂલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

(5:11 pm IST)