Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

સુરતના કડોદરા હાઇવે નજીક મિત્ર સાથે જઈ રહેલ યુવાનના ગળામાંથી સોનાની ચેઇન સહીત ખિસ્સું કાતરી બે ગઠિયા રફુચક્કર

સુરત: શહેરના કડોદરા હાઈવે સ્થિત માજીસા ધામ મંદિરમાં બાધા પુરી કરવા મિત્ર સાથે પગપાળા જતા પરવત પાટીયાના યુવાન વેપારીને ગતસાંજે દેવધ ચેક પોસ્ટ નજીક મારી નાંખવાની ધમકી આપી રુદ્રાક્ષની સોનાની માળા અને આઈફોન લૂંટી ત્રણ લૂંટારુ રીક્ષામાં ભાગ્યા હતા. જોકે, વેપારી અને તેમના મિત્રએ બુમાબુમ કરતા નજીકની ચેક પોસ્ટ પર હાજર પોલીસ અને લોકો દોડી આવતા લૂંટારુઓ ઝડપાઈ ગયા હતા અને તેમની પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં પરવત પાટીયા વ્રજભૂમિ સોસાયટી 2/604 માં રહેતા 30 વર્ષીય નિર્મલભાઈ ઓમપ્રકાશ બુબ રીંગરોડ મીલેનીયમ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. નિર્મલભાઈ ગતસાંજે કડોદરા હાઈવે સ્થિત માજીસા ધામ મંદિરમાં બાધા પુરી કરવા મિત્ર દિનેશ સોની સાથે પગપાળા જતા હતા ત્યારે છ વાગ્યાના અરસામાં દેવધ ચેકપોસ્ટથી થોડે આગળ નિયોલ ગામ તરફ જતા રોડ ઉપર રીક્ષા ( નં.જીજે-5-એવાય-2743 ) તેમની નજીક આવી હતી.પાછળ બેસેલા બંને નીચે ઉતર્યા હતા અને તે પૈકી એકે નિર્મલભાઈના ગળામાંથી રુદ્રાક્ષની સોનાની માળા ખેંચી ઝપાઝપી કરી તમારી પાસે જે પણ કીમતી સામાન છે તે અમને આપી દો નહી તો અહીંયા જ પતાવી દઈશું તેવી ધમકી આપી હતી જયારે બીજાએ તેમના ખિસ્સામાંથી આઈફોન લૂંટી લીધો હતો અને બંને તેમના સાથી સાથે રીક્ષામાં ભાગ્યા હતા.

(5:10 pm IST)