Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

બાયડના રડોદરા ગામ નજીક વીજળી ત્રાટકતા મકાનની દીવાલોમાં તિરાડ પડતા કેટલાક લોકો ક્ષતિગ્રસ્ત

બાયડ: તાલુકાના રડોદરા ગામના એક મકાન પર વીજળી ત્રાટકી હતી. જેના પગલે મકાનની દિવાલોમાં તિરાડો પડી ગઇ હતી અને કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. તેમજ વીજ ઉપકરણો પણ બળી ગયા હતા. જોકેમોટી જાનહાની ટળી હતી.

રડોદરામાં ૫કજભાઈ પ્રેમજીભાઈ પટેલ રાત્રે મકાન ઉપર વીજળી પડતાં ઘરના સભ્યો ફફડી ઉઠયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કેકોઈ જાનહાનિ ન થતાં સભ્યોએ હાશકારો અનુભવ્યો હતો. વીજળીને લઈ મકાનનો કેટલાક ભાગ ક્ષતિગ્રસ્ત બન્યો હતો. તેમજ વીજળીના ઉપકરણો પણ બળી ગયા હતા. રડોદરા ગામમાં ઘણા મકાનોના વીજ ઉપકરણો બળી જવા પામ્યા હતા.

 સોમવારે રાત્રે તાલુકાના અનેક ગામડાઓમાં ભારે વીજ કડાકા થયા હતા જેને લઈ અનેક લોકોમાં ભયની સાથે ફફળાટ નો માહોલ જોવા મળ્યો હતો. તાલુકામાં ભાદરવાથી શરૃ થયેલી મેઘ સવારી અવિરત ચાલુ રહેવા પામી છે.

(5:08 pm IST)