Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

રાજયમાં ૪ દિ' ભારે વરસાદની આગાહીઃ તંત્ર એલર્ટ

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે અને દ.ગુજરાતમાં પણ સંભાવનાઃ રાજયના ૨૦૬ જળાશયોમાં ૩ લાખ ૯૮ હજાર MCFT પાણીનો સંગ્રહ

રાજકોટ,તા.૧૫: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી આપી છે. ૧૭ અને ૧૮ તારીખ સુધી ઉતર ગુજરાતના જિલ્લાઓ પૈકી બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં તથા મોરબી, જામનગર, દેવભુમી દ્વારકામાં અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે.

હવામાન ખાતાએ જણાવેલ છે કે, રાજયમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી આગામી ત્રણ દિવસ જુનાગઢ, રાજકોટ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. દેવભુમી દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. ૧૭ અને ૧૮ તારીખ સુઘી ઉતર ગુજરાતના જિલ્લાઓ પૈકી બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં તથા મોરબી, જામનગર, દેવભુમી દ્વારકામાં અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. જયારે આગામી તા.૧૬ થી ૧૮ તારીખ સુધી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

૧૮ થી ૧૯ તારીખ સુઘી બનાસકાંઠા, પાટણ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRF ની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના અપાઈ જાય તેમ જણાવેલ છે.

કૃષિ વિભાગ દ્વારા જણાવેલ છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૮૨.૮૩ લાખ હેકટર ખરીફ પાકોનું વાવેતર તા.૧૩/૯/૨૦૨૧ સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૮૫.૧૨ લાખ હેકટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૬.૮૨્રુ વાવેતર થયેલ છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારી દ્વારા જણાવેલ છે કે,સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૭૫,૫૫૮એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૨.૮૫ ટકા છે.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવેલ છે કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૩,૯૮,૭૫૩ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૭૧.૫૩્રુ છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૬૫જળાશય, એલર્ટ ૫ર કુલ- ૫ જળાશય તેમજ વોર્નીગ ૫ર-૧૩ જળાશય છે.

એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૧૩ ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. રાહત કમિશનર અને અધિક સચિવ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાવાળા ઉ૫રોકત જિલ્લાઓમાં રાહત બચાવ અંગે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી શકાય તે રીતે સંપૂર્ણ એલર્ટ રહેવા લાઇન વિભાગના હાજર અઘિકારીઓને સૂચના આ૫વામાં આવી હતી.

રાહત કમિશનર દ્વારા સૈારાષ્ટ્ર તેમજ અન્ય ઝોનમાં ડેમ ઓવરફલો થવાની વોર્નિગ સિંચાઇ વિભાગ ઘ્વારા એડવાન્સ મોકલવામાં આવે તથા સંબંઘિત જિલ્લામાં ૫ણ એલર્ટની વોર્નિગ મોકલવા સિંચાઇ વિભાગના હાજર અધીકારીને સૂચના આ૫વામાં આવી હતી.

(4:05 pm IST)