Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

અંતે કુખ્યાત રાજુ ચોટલા સહિત ત્રણેય સૂરત પોલીસના સકંજામાં

પૂણે પોલીસ મથકના પીઆઈ વી.યુ.ગાડરિયા ટીમના પોલીસ સ્ટાફના સંજયસિંહ અને જયંતસિંહ દ્વારા હિંમતભેર આરોપીઓને ઝડપી લેવાયાઃ સુરતના લોકો ખુશખુશાલ : સુરતમાં જાહેર રોડ પર મનફાવે તેવી રીતે લૂંટ કરવાની ફરિયાદ સીપી અજયકુમાર તોમર સુધી પહોંચતા ડીસીબી, પીસીબી, એસઓજી પણ કામે લગાડી તાકીદે ગુનેગારોને પકકી પાડવા સમય મર્યાદા આપેલ રસપ્રદ કથા

રાજકોટ,તા.૧૫: સુરતના કેટલાક જાગૃત લોકો દ્વારા કેટલાક માથાભારે તત્વો દ્વારા રાહદારીઓને ડરાવી ધમકાવી લૂંટ કરી રહ્યાની રજૂઆત પોલીસ કમિશ્નર અજયકુમાર  તોમર સુધી કરતા તેઓ ચોકી ઉઠયા હતા. તેઓ દ્વારા તુરત ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજી સહિત વિવિધ પોલીસ મથકોને સમય મર્યાદા આપી આ ગુનેગારોને ઝડપી કાયદાનું આગવી ઢબે ભાન કરાવવા આપેલ સૂચના મુજબ સુરત પોલીસના બે પોલીસ સ્ટાફના સંજયસિંહ અને જયંતસિંહ દ્વારા કુખ્યાત રાજુ ચોટલા સહિતના સાગ્રીતોને ઝડપી લેતા સુરતના લોકો દ્વારા નિરાંતનો શ્વાસ લેવાયો છે.

ગઈ તા.૧૩/૯/૨૦૨૧ના રોજ સાંજના સયમે દેવધ નાકા પોઈન્ટ ખાતે અ.પો.કો. સંજયસિંહ વશરામભાઈ બ.નં.-૨૭૩૦ નાઓ પોતાની ફરજ ઉપર હાજર રહી વાહનચેકીંગ કરી રહેલ હતા તે દરમ્યાન દેવધ ચેકપોસ્ટથી થોડે આગળ નિયોલ ગામ તરફ જતા રોડ ઉપરથી એક અજાણી શંકાસ્પદ રીક્ષામાં ડ્રાઈવર સાહીત ત્રણ ઈસમો બેસી પુરઝડપે હંકારી લઈ આવી તેની પાછળ બે ઈસમો બૂમાબૂમ કરતા હોય જેથી શંકાસ્પદ જણાતા ફરજ ઉપરના અ.પો.કો. સંજયસિંહ વશરામભાઈ નાઓએ સમય સુચકતા વાપરી નજીકમાંથી રાહદારીઓની મદદ લઈ રીક્ષા નજીક આવવા દઈ પુરતો બળપ્રયોગ કરી રીક્ષાને ત્યાં જ રોકી સાઈડમાં લેવડાવી ત્રણેય ઈસમોને પકડી પાડેલ અને ત્યાં બે ઈસમો પાછળ દોડતા દોડતા આવેલ તે દરમ્યાન પુણા પી.સી.આર.-૨૩ના ઈન્ચાર્જ અ.પોે.કો. જયંતિસિંહ નરસિંહ બ.નં.-૩૯૬૫ તથા આ.પો.કો. નરેશભાઈ કાંતિભાઈ બ.નં.-૩૬૧ નાઓ નજીકમાં હોય આવી ગયેલ જેથી અ.પો.કો. સંજયસિંહ વશરામભાઈ નાઓની મદદમાં રહી ત્રણેય ઈસમોને કોર્ડન કરી રાખેલ તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.શ્રી પી.કે.રાઠોડ તથા પોલીસ સ્ટાફ આવી ગયેલ અને રીક્ષાની પાછળ બુમાબુમ કરતા બે ઈસમો પૈકી નિર્મલ ઓમપ્રકાશ બુબ નાઓના ગળામાંથી એક સોનાની આશરે ૦૨ તોલાની રૂદ્રાક્ષની માળા તથા તેઓના ખિસ્સામાંથી એપ્પલ કંપનીનો આઈફોન ૧૨ પ્રો મોબાઈલ ફોન મારા- મારી કરી લુંટ કરી નાસી ગયેલ હોય તેવી હકિકત જણાવતા રીક્ષામાં બેસી આવેલ ત્રણેય ઈસમો પૈકી રાજુ ઉર્ફે રાજુ ચોટલો મહેશભાઈ પંડયા નાઓની પાસેથી લુંટમાં ગયેલ મુદ્દામાલ મળી આવેલ જે ફરીયાદીએ પરત લઈ લીધેલ અને ત્રણેય ઈસમો તથા રીક્ષા અને ફરીયાદી પક્ષના માણસોને લઈને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવેલ અને ફરીયાદી અને સાહેદને ડરાવી ધમકાવી લુંટ કરનાર ત્રણેય ઈસમો નામે (૧) રાજુ ઉર્ફે રાજુ ચોટલો ઉર્ફે નિરંજન ઉર્ફે ભગીરથ મહેશભાઈ પંડયા તથા (૨) અલ્પેશ ચીમનભાઈ સોલંકી તથા (૩) કીશનકુમાર રાજુકુમાર મંડલ નાઓની વિરૂધ્ધમાં પુણા પો.સ્ટે. ફરીયાદ નં.એ- ૧૧૨૧૦૦૪૬૨૧૨૩૧૨ /૨૦૨૧ ઈ.પી.કો. કલમ-૩૯૨, ૧૧૪ મુજબ ફરીયાદ રજીસ્ટર કરી લુંટ જેવો ગંભીર ગુનો કરી ભાગતા ઈસમોને સમય સુચકતા વાપરી ત્રણેય ઈસમોને પકડી પાડી લુંટમાં ગયેલ મુદ્દામાલ ફરીયાદીને પરત અપાવી તેઓ પાસેથી લુંટના ગુનાના કામે વાપરેલ એક રીક્ષા નં.જીજે- ૦૫- એવાય- ૨૭૪૩ કી.રૂ.૭૦,૦૦૦ તથા બે મોબાઈલ ફોન કી.૨૦,૦૦૦ મળી કુલ કી.રૂ.૯૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

(3:32 pm IST)