Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ચીમનભાઇ અને કેશુભાઇની સરકારમાં પૂર્વ મુખ્યમંત્રીઓ ફરી મંત્રી બનેલા

વર્તમાન સંજોગોમાં ઇતિહાસ વાગોળતા રાજકીય સમીક્ષકો

રાજકોટ,તા. ૧૫ : રાજ્યમાં નવા મુખ્યમંત્રીની વરણી થઇ ચૂકી છે. ગઇ સરકારના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ ફરી નાયબ મુખ્યમંત્રી કે મંત્રી બનશે કે નહિ ? તે બાબત ચર્ચાની એરણે છે. ભૂતકાળમાં મોટા પદ પર રહેલ વ્યકિત ત્યાર પછી અગાઉના પ્રમાણમાં નાના પદ પર રહ્યાના દાખલા છે.

શ્રી બાબુભાઇ જશાભાઇ પટેલ મોરચા સરકાર વખતે મુખ્યમંત્રી હતા. ત્યારપછી ૧૯૯૦માં ચીમનભાઇ પટેલની સરકારમાં નંબર -ટુ મંત્રી બનેલા. બન્ને લેઉવા પટેલ હતા. ૧૯૯૫માં સુરેશભાઇ મહેતા મુખ્યમંત્રી બનેલા ૧૯૯૮માં ફરી કેશુભાઇની સરકાર આવતા તેઓ તેમના નંબર ટુ મંત્રી બનેલા. જ્ઞાતિ તેમજ પ્રોટોકલના માપદંડમાં બાંધછોડને અવકાશ રહેતો હોય છે. નીતિનભાઇ પટેલ અને ભુપેન્દ્રભાઇ પટેલ બન્ને કડવા પટેલ છે. બન્ને નંબર વન અને ટુ રહે તે અશકય નહિ. જો કે આજના વાવડ એવા છે કે નીતિન પટેલ નવી સરકારમાં હશે નહિ.

(11:59 am IST)