Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

અંકલેશ્વર: નેશનલ હાઈવે ૪૮ નજીક માંડવા ગામ પાસે આવેલ બાયોડીઝલ પમ્પ ઉપર આગ લાગતા દોડધામ

ટેન્કરમાંથી લીક થયેલું ડીઝલ સળગી ઉઠ્યું: ટેન્કર આગની ઝપેટમાં આવી ન જતા મોટી દુર્ઘટના ટળી

 

અંકલેશ્વર : નેશનલ હાઈવે ૪૮ને નજીક માંડવા ગમ પાસે આવેલ બાયોડીઝલ પમ્પ ઉપર આગ લગતા દોધામ મચી હતી. ફાયર બ્રિગેડને મદદે બોલાવાતા લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ટેન્કરમાંથી બાયોડીઝલ અનલોડીંગ દરમ્યાન આગ ફાટી નીકળી હતી જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટના સંદર્ભે ફાયરબ્રિગેડને કોલ આપવામાં આવતા લાશ્કરો દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો

 . ટેન્કરમાંથી લીક થયેલું ડીઝલ સળગી ઉઠ્યું હતું. સદનશીબે આગમાં ટેન્કર આગની ઝપેટમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી . આગ લાગવાનું કારણ જોકે હજુ બહાર આવ્યું નથી પરંતુ ટૂંકા સમયગાળમાં અંકલેશ્વરમાં બાયોડીઝલ પમ્પ ઉપર આગનો બીજો બનાવ છે.

(8:43 am IST)