Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

સુરતના એચવીકે ડાયમંડમાંથી 16 રત્નકલાકારો સહીત 19 કોરોના પોઝીટીવ :ત્રણ યુનિટ બંધ કરાયા

સુરતના કતારગામમાં 5 હીરા પેઢીમાં 135 ઘંટી પર કામ કરતા 1509 રત્ન કલાકારોનું ટેસ્ટિંગ કરાયું

 

સુરત : સુરતના રત્નકલાકારો કોરોના સંક્રમણ માટે સ્પ્રેડર બની રહ્યા છે સંક્રમણ અટકાવવા માટે મનપા તંત્ર દ્વારા આજરોજ ડેપ્યુટી ઇજનેરોની સંયુક્ત ટીમ બનાવી કતારગામ ઝોન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 5 હીરા પેઢીમાં 135 ઘંટી પર કામ કરતા 1509 રત્ન કલાકારોના ટેસ્ટિંગ દરમિયાન 19 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા જેમાં એચ.વી.કે. ડાયમંડ માંથી 16 પોઝિટિવ કેસ બહાર આવતાં ત્રણે યુનિટને બંધ કરવામાં આવેલ છે. ઉપરાંત શહેરમાં આઠ ગેરેજમાં કામ કરતા મિકેનીક અને પંજાબ નેશનલ બેંકના ત્રણ કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

રત્નકલાકારોમાં કેસમાં વધારો થતાં મનપા તંત્ર દ્વારા કતારગામ વિસ્તારમાં આજરોજ ઇજનેરોની સંયુક્ત ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ કોર્પોરેશને જાહેર કર્યું હતું કે જે કારખાનામાં એક પણ કેસ આવે તો સંપૂર્ણ યુનિટ બંધ કરાવવામાં આવશે અને આધારે આજ રોજ ધર્મનંદનની બાજુમાં આવેલ એચ.વી.કે ડાયમંડમાં 50 ઘંટી પર કામ કરતા 800 રત્ન કલાકારોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ડાયમંડ પેઢીમાંથી 16 પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર ચોંકી ઉઠયું અને આખા યુનિટને બંધ કરાવવામાં આવ્યું છે.

(12:37 am IST)