Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

પ્રથમ ખાનગી ટ્રેન 'તેજસ' અમદાવાદ પહોંચી: 200ની સ્પીડે પહોંચશે મુંબઇ

વડોદરા અને સુરત બે જ સ્ટોપેજ : તેજસ ટ્રેનનું સંચાલન IRCTC કરશે

અમદાવાદ : પ્રથમ ખાનગી ટ્રેન તેજસ ટ્રેન અમદાવાદ આવી પહોંચી છે.ભારતીય રેલવેના 166 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મોટું પરિવર્તન ખાનગી ટ્રેનો દોડાવવાનું કરવામાં આવ્યું છે. પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ નવેમ્બરમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડી શકે છે

   . કેન્દ્ર સરકારે આ ટ્રેન IRCTCને ભાડે આપી છે. ટુક સમયમાં તેજસ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે.ભારતમાં પીપીપી ધોરણે બે ટ્રેન દોડશે.જેમાં એક અમદાવાદ થી મુંબઇ વચ્ચે તેજસ ટ્રેન દોડશે. 200ની સ્પીડે ટ્રેન દોડશે. જેમાં વડોદરા અને સુરત બે જ સ્ટોપેજ આવશે. તેજસ ટ્રેનનું સંચાલન IRCTC કરશે. ટિકિટ થી લઈ તમામ સુવિધા IRCTC આપશે. તેજસ ટ્રેન એક સપ્તાહમાં 5 દિવસ દોડશે. 6.30 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જવાશે.

(11:49 pm IST)