Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

વિધાનસભાની ૭ બેઠક પર પેટા ચૂંટણીની થશે જાહેરાત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ૭ બેઠકો ઉપર આગામી એક સપ્તાહમા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ પેટા ચુંટણીની જાહેરાત થાય તેવી પુરેપુરી સંભાવના વ્યકત થઇ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છેે. ભાજપ અને કોંગ્રેસમાં પેટા ચુંટણીને લઇને બેઠકોના ધમધમાટ શરૂ થયો છે.

ગુજરાત વિધાનસભામાં કુલ ૧૮ર બેઠકો પૈકી ભાજપનું સંખ્યાબળ ૧૦૦ છે જયારે કોંગ્રેસ, અપક્ષ અને એનસીપીનુ સંખ્યાબળ ૭પ જેટલું છે. ૭ બેઠકો હાલમા ખાલી છે. આ બેઠકો પર વિજય મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસે વ્યૂહરચના તૈયાર કરી છે.

ભાજપે  રાજયની ૭ વિધાનસભામા યોજાનાર પેટા ચુંટણી જીતવા માટે કમર કસી છે.  ભાજપ દ્રારા તમામ બેઠકો પર એક સરકાર અને એક સંગઠનમાંથી નેતાની પસંદગી કરી જવાબદારી નકકી કરવામા આવી હતી. પ્રદેશ આગેવાનોની સાથે  નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાને જવાબદારી સોંપી છે.  મોરવાહડફ બેઠક માટે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓને  સક્રીય કરવામા આવશેે. અને લુણાવાડ બેઠક પર ખેડા, મહાસાગર અને આણંદ જિલ્લા કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવશે.

આમ હવે એકાદ સપ્તાહમાં  આ સાતેય વિધાનસભા બેઠકોની પેટા ચુંટણીની તારીખો જાહેર થવાની શકયતા હોઇ ભાજપ અને કોંગ્રેસ આ તમામ બેઠકા કબજે કરવાની રણનીતી ઘડવામા સક્રિય બન્યા છે.
 

(12:36 pm IST)