Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

મોડી રાત્રે લુણાવાડામાં 3.5 તેમજ ખાનપુર અને વીરપુરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો : કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક થતા આસપાસના ગામ એલર્ટ પર

મહીસાગર: જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદમાં સૌથી વધુ લુણાવાડામાં 3.5 તેમજ ખાનપુર અને વીરપુરમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે કડાણા અને સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. જો કે, ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા કડાણા ડેમમાં પાણીની આવક 2,62,821 ક્યુસેક નોંધાઈ છે. જ્યારે ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમ 80 ટકા ઉપરાંત ભરાતા વોર્નિંગ લેવલ જાહેર કરાયું છે. ત્યારે નીચાણવાળા કાંઠા વાળા વિસ્તારને એલર્ટ જાહેર કરી નદી કાંઠે ન જવા સૂચના અપાઈ છે.

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે લુણાવાડામાં 3.5 ઇંચ તેમજ ખાનપુર અને વીરપુર માં 3 ઇંચ ખાક્યો હતો. કડાણા અને સંતરામપુરમાં 1 ઈચ વરસાદ વરસ્યો હતો. ત્યાબાદ મેઘરાજાએ હાલ વિરામ લીધો છે. તો બીજી તરફ, કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત થઇ રહી છે. કડાણા ડેમમાં પાણીની આવક 2,62,821 ક્યુસેક નોંધાઈ છે. જ્યારે ડેમના 10 ગેટ 13 ફૂટ ખોલી 2,11,990 પાણી ક્યુસેક છોડાઈ રહ્યું છે. પાણી છોડવાનું યથાવત રહેતા જિલ્લામાં આવેલા હાડોડ, તાતરોલી અને ઘોડિયાર આ ત્રણ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જ્યારે નીચાણવાળા કાંઠા વાળા વિસ્તારને એલર્ટ જાહેર કરી નદી કાંઠે ન જવા સૂચના અપાઈ છે.

(11:59 am IST)