Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

એજન્ટની ગફલત ભારે પડી : અમદાવાદ રેલ્વે સ્ટેશને ટિકિટ હોવા છતા 414 મુસાફરોને નીચે ઉતારી દેવાયા

તમામ ટિકિટો 69 પીએનઆર નંબરથી બલ્કમાં બૂક:રેડમિર્ચી સોફ્ટવેરથી કરવામાં આવેલી ટીકિટો માન્ય નથી

અમદાવાદ રેલવે સ્ટેશનથી યોગ એક્સપ્રેસ ટ્રેનમાં હરિદ્વાર જતાં 414 યાત્રીઓ ટિકિટ હોવા છતાં નીચે ઉતરી જવું પડ્યું. કેમ કે જે એજન્ટો મારફતે ટિકિટો આપવામાં આવી હતી તે યોગ્ય હતી. એજન્ટોએ રેડમિર્ચી સોફ્ટવેરથી ટિકિટો બુક કરીને પધરાવી દીધી હતી. તમામ ટિકિટો 69 પીએનઆર નંબરથી બલ્કમાં બૂક થઈ હતી. રેડમિર્ચી સોફ્ટવેરથી કરવામાં આવેલી ટીકિટો માન્ય ગણાતી નથી.

ગ્રે માર્કેટમાં રેડમિર્ચી જેવા બીજા અન્ય સોફ્ટવેરો પણ મળે છે. એથીકલ હેકર દ્વારા સોફ્ટવેર બનાવામાં આવે છે. સોફ્ટવેર છે ગેરકાયદેસર તે છતાંય રેલવે ટિકિટ એજન્ટો બેફામ ઉપયોગ કરે છે. અમદાવાદ પશ્ચિમ રેલ્વે વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ઘણા મોટા પાયે કૌભાંડ ચાલતું હોવાની ભીંતી પણ સેવાઈ રહી છે.

(11:02 am IST)